
(ગાંધીનગર)
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે. આ રેલવેસ્ટેશનની અનેક વિશેષતાઓ છે. જોકે તેમાંથી સૌથી વિશેષ છે કે આ રેલવેસ્ટેશનમાં પ્રાર્થનાખંડ બનાવવામાં આવશે. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બનશે જેમાં મુસાફરોને પ્રાર્થના કરવામાટે એક વિશેષ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશનમાં 300 રૂમની સુવિધા વાળી ફાઈવ સ્ટાર હોટેલ હશે. હાલમાં રેલવે સ્ટેશનનું કામ ઘણું પૂર્ણ થઈ ચૂક્યું છે અને ફિનિશીંગ કાર્ય થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરે એવી અટકળો કરવામાં આવી રહી છે.
આ રેલવે સ્ટેશનમાં પ્રાર્થના રૂમ બનાવવામાં આવશે અને મુસાફરો ટ્રેનની રાહ જોવા સમયે પ્રાર્થના કરી શકે છે. આ સાથે આ રેલવે સ્ટેશનમાં મહિલાઓને તેના બાળકને ફિડીગ કરાવવા માટે બેબી ફિડિંગ રૂમનું નિમર્ણિ પણ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશનમાં હોટેલ બનાવવાનું કામ વર્ષ 2017માં શરૂ થયું હતું. હોટેલ બિલ્ડીંગની ઊંચાઈ 77 મીટર છે. પ્રોજેકટમાં હોટેલની સાથે સાથે રેલવે સ્ટેશનના પૂર્ણ વિકાસ કરવામાં આવ્યું છેમ જેમાં શોપિંગમોલ, રેસ્ટોરન્ટ સહિતની અનેક સુવિધા હશે. આ રેલવે સ્ટેશનનું નિમર્ણિ ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઈઆરએસડીસી) અને રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશનના અનેક આકર્ષણ નર્સ વિશેષતામાંથી એક છે સોલારપેનલ. રેલવે સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી મોટાભાગની વીજળી સોલરમાંથી જ મળી રહેશે. હાલમાં આ રેલવે સ્ટેશન ઉપર ત્રણ પ્લેટફોર્મ છે. જ્યાં આવવા વાળા મુસાફરોએ એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે એક સ્પેશિયલ ટનલ બનાવવામાં આવી છે. પહેલા પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર મુસાફરો સરળતાથી કોઈ દુર્ઘટના વિના જ જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટનલનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવેસ્ટેશનમાં જેટલી સુવિધા આપવામાં આવી છે એટલું જ એલિવેશન આકર્ષક બનાવવામાં આવ્યું છે. હોટેલમાં આવતા મુસાફરો માટે અલગ રસ્તાઓ બનાવવામાં આવ્યો છે. અંડરબ્રિજમાં મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી થશે. જેમાં મહાત્મા ગાંધીના નાનપણથી લઈને સ્વતંત્રતા સંગ્રામ સુધીની ક્ષણોને જાણી શકાશે. રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારની સામે જ ફાઈવસ્ટાર હોટેલ બનાવવામાં આવ્યું છે અને આકર્ષક ગાર્ડન જોવા મળશે.
આ રેલવે સ્ટેશન અનેક રીતે મહત્વનું છે કારણકે તે મહાત્મા મંદિર અને હેલિપેડથી વધુ નજીક છે. ગાંધીનગરમાં દર બે વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સંમેલન થાય છે. ઉપરાંત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અધિવેશન થતા હોય છે. જેથી દુનિયાભરના લોકો આ રેલવે સ્ટેશનનો લાભ લઇ શકશે. તેમજ દેશી વિદેશી ડેલીગેટ્સને રેલવે સ્ટેશન પાસેની જ ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા મળી શકશે.