
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગની દુર્ઘટના બાદ ટિકિટ કાઉન્ટર 26મી સુધી બંધ
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 26 ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટના કાઉન્ટર વેચાણ પર રોક લગાવી દીધી છે. પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક એન્ટ્રી પોઈન્ટ પર RPF અને ટીટી તૈનાત કરાયા છે. આ આદેશ બાદ હવે જો તમારી પાસે જનરલ ટિકિટ કે આરક્ષિત ટિકિટ હશે તો જ તમે પ્લેટફોર્મ પર જઈ શકશો.