
ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ અકબંધ
ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ અકબંધ
ગાંધીનગર જૂના સચિવાલયમાં સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બેટરીઓ અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમે આગ કાબૂ મેળવી લીધો છે
ગાંધીનગર અગાઉ જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો
અગાઉ પણ જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટની બની હતી. પ્રાથમિક માહિરી મુજબ શ્રમ અને રોજગાર કચેરીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. જેમાં સામાન્ય ચોપડાઓને નુકસાન પહોંચ્યું હતું.
ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ ઉનાળાના આગમન પહેલા જ આગની ઘટનાઓ બનવા લાગી છે. જો કે, અગાઉ પણ સચિવાયલમાં એસીમાં શોર્ટ સર્કિટના થવાના કારણે આગનો બનાવ બન્યો હતો. ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆતમા જ આગ લાગવાનો બનાવ બન્યો છે.