
દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્યું
દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માશાતિલેએ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના 14.5 એકરના બહુ- સાંસ્કૃતિક કેન્દ્ર અને હિન્દુ મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. 34,000 વર્ગ મીટર વિસ્તાર ધરાવતા આ ભવ્ય સંકુલમાં 3000 બેઠકોવાળું સભાગૃહ, 2000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ, સંશોધન સંસ્થા અને મનોરંજન કેન્દ્ર છે. તેમણે હિન્દુ સમુદાયના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની પ્રશંસા કરી.