
ડોલર સામે રુપિયો ધડામ, સૌથી નીચલા સ્તરે
ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. તે પહેલીવાર 87 રૂપિયાના સ્તરની ઉપર ગયો છે. બજારની શરૂઆતમાં, ડોલર સામે રૂપિયો 42 પૈસાના ઘટાડા સાથે 87.06 પર ખુલ્યો. વેપાર શરૂ થયાના 10 મિનિટમાં ફરી 55 પૈસા ઘટ્યો. ભારતીય રૂપિયામાં તીવ્ર ઘટાડાને કારણે તે ઘટીને 87.12 રૂપિયા પ્રતિ ડોલર થઈ ગયો. ડોલરની મજબૂતીના કારણે રુપિયા સહિત અન્ય દેશોની કરન્સી પણ તળિયે ગઇ છે.