ગુજરાતમાં વીજ બિલના ફ્યુઅલ ચાર્જમાં કરાયો નજીવો ઘટાડો, જાણો નવો ચાર્જ

ગુજરાતમાં વીજ બિલના ફ્યુઅલ ચાર્જમાં કરાયો નજીવો ઘટાડો, જાણો નવો ચાર્જ

ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જ એટલે કે ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. જો કે, આ નજીવા ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ મોટો લાભ થવાની આશા નથી.

તમને જણાવી દઈએ કે, વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂ. 2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો. અગાઉ ફ્યુઅલ ચાર્જ 2.45 રૂપિયા હતો. જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા 2.30 રૂપિયા થશે. મહત્ત્વનું છે કે, જાન્યુઆરી 2024માં 50 પૈસા અને ઓક્ટોબર 2024માં 40 પૈસાનો ઘટાડો કરાયો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *