જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા 250 માં હિમોગ્લોબીન કેમ્પની ઉજવણી નિમિત્તે મેગા કેમ્પ યોજાયા

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી 24 વર્ષથી સેવાકીય કાર્ય કરતું ગ્રુપ છે જેના કાયમી પ્રોજેક્ટ પૈકી હિમોગ્લોબીન તપાસણી, માર્ગદર્શન તથા નિશુલ્ક દવા વિતરણ કેમ્પ સતત 249 મહિના પૂર્ણ કરી 250 માં કેમ્પની ભવ્યદાર ઉજવણી નિમિત્તે ત્રણ મેગા કેમ્પનું આયોજન સત્સંગ આશ્રમ માંડવી ખાતે કરવામાં આવ્યું હતું
મેઘા કેમ્પનું ઉદઘાટન સત્સંગ આશ્રમ ના મહંત સ્વામી દીપ્તાનંદજી મહારાજ, કાયમી દાતા પરિવારના હરેશભાઈ પ્રેમજી છભાડીયા, જાયન્ટ્સ રત્ન તેજાભાઈ કાનગડ, આઈ. પી. પી. કેતનભાઇ રોજેસરા, શાંતિભાઈ પટેલ, યુનિટ ડાયરેક્ટર યોગેશકુમાર મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ યોગેશચંદ્ર ત્રિવેદી, કચ્છ કો-ઓર્ડીનેટર ડો. મધુકાંત આચાર્ય, મીનાબેન વાઘમશી તથા સંસ્થાના પ્રમુખ હિંમતસિંહ જાડેજાના વરદહસ્તે કરવામાં આવ્યું.

ડાયાબિટીસ ચકાસણી કેમ્પ, હિમોગ્લોબિન તપાસણી, લેબ ટેસ્ટ, નિશુલ્ક દવા વિતરણ તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ્પમાં 223 થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો.

ડાયાબિટીસ કેમ્પમાં ડૉ. સંજયભાઈ કોઠારીએ સેવા આપી હતી, હિમોગ્લોબીન તપાસણી માટે ડૉ. શાંતિલાલ મલ્લી અને ડૉ. નીરજ વરસોલાએ સેવા આપી હતી જ્યારે આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પમાં ડૉ. અનિતા ગોજીયા, ડૉ. યશ્વીની અસાટી, ડૉ. જીગ્નેશ ઠક્કર અને ડૉ. પ્રકાશ પટેલે તપાસીને નિશુલ્ક દવાનું વિતરણ આયુર્વેદિક શાખા દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કેક કટીંગ કરીને મેગા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાબ્દિક આવકાર અને સંસ્થા પરિચય યુનિટ ડાયરેક્ટર યોગેશકુમાર મહેતાએ આપ્યું હતું, ડૉ. શાંતિલાલ મલ્લીએ હિમોગ્લોબીન ની ખામીને કારણે પડતી મુશ્કેલી અને ૨૫૦ કેમ્પ સુધી જોડાયેલા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા કેમ્પનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે ડૉ. જીગ્નેશ ઠક્કરે આયુર્વેદિક કેમ્પ દ્વારા જીવનશૈલી, ખાણીપીણી તથા ઋતુ અનુસાર રાખવાની કાળજીનું માર્ગદર્શન આપ્યું હતું. સત્સંગ આશ્રમ ના મહંત સ્વામી દીપ્તાનંદજી મહારાજે સંસ્થાને અભિનંદન આપી આવા સેવાકીય પ્રોજેક્ટ ચાલુ રાખવા તથા તન, મન, ધનથી તમામ સહયોગ આપવા ખાત્રી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશચંદ્ર ભટ્ટે કર્યું હતું. જ્યારે આભાર વિધિ રાજ્યના ઉપપ્રમુખ યોગેશચંદ્ર ત્રિવેદી એ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશભાઈ અગેરા, પિયુષભાઈ પંચાલ, પરીનભાઈ વાંઝા, રાજેશભાઈ સોની, પરાગભાઈ પરમાર, ચેતનભાઇ જોશી, હર્ષ ત્રિવેદી, વસંત ગીરી ગોસ્વામી, પરેશભાઈ સોની અને કિશોરભાઈ દરજીએ જહેમત ઉઠાવી હતી.