ગાંધીનગર IIT દ્વારા 4 સ્થળો પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ



(ગાંધીનગર)
કોવિડ-19 માટે તમામ સંસ્થાઓ તેમની રીતે અનેક રિસર્ચ કરી રહી છે. કોવિડ-19નો વ્યાપ કેટલો છે તે બાબતે ગાંધીનગર IIT દ્વારા વેસ્ટેજ વોટર પર ખાસ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે IIT ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળો અને અમદાવાદ શહેરના 10થી વધુ સ્થળો ઉપર વેસ્ટેજ વોટરના સેમ્પલલઈને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું છે.
IIT ગાંધીનગર દ્વારા વેસ્ટેજ વોટર પર છેલ્લા ઘણા મહિનાથી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. અગાઉ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ગાંધીનગર અને અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ ગંદા પાણી પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ રિસર્ચ પરથી કોરોના વાયરસની પરિસ્થિતિ અંગે પણ જાણ મેળવી શકાય છે કે કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં વાઇરસનો ફેલાવો થયો છે.
આ બાબતે IIT ગાંધીનગરમાં વેસ્ટેજ વોટર પર રિસર્ચ કરતા પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું હતું કે, પોઝિટિવ દર્દીના શરીરમાંથી પણ વાયરસના અમૂક ભાગ છૂટા પડે છે. જે પાણીમાં પણ જોવા મળી શકે છે. તેથી પાણીમાં પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીમાં વાયરસના જીન સામે આવ્યા છે. જેના લીધે કયા વિસ્તારમાં કોરોના વાયરસનું પ્રમાણ વધારે છે તે પણ જાણી શકાય છે. અગાઉ પણ IIT ગાંધીનગર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
આ બાબતે IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષકુમાર જણાવ્યું હતું કે, અમદાવાદને ચાર ઝોનમાં વહેંચ્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાં વેસ્ટેજ વોટરનું રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી, ચાંદખેડા, પીરાણા, મણીનગર જેવા વિસ્તારોમાં રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ગાંધીનગરના પણ ચાર અલગ અલગ વિસ્તારોમાં ગંદા પાણી એટલે કે વેસ્ટેજ વોટર પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
IIT ગાંધીનગર દ્વારા જે રીતે વિસ્તાર પ્રમાણે રિસર્ચ કરવામાં આવ્યું છે તે રિસર્ચ પરથી એવું પણ સામે આવે છે કે, કયા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ અથવા તો કોરોના વાયરસ વધી શકે તેમ છે. જ્યારે કોરોના વાયરસની અસર સાત દિવસ બાદ થાય છે. આમ આ રિસર્ચ વેકસીનેશનની કામગીરી માટે પણ મહત્વનું સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *