સુરત શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર રીતે સંક્રમણ મા વધારો થવા સાથે સાથે નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. સુરત શહેર સાથે ગ્રામ્યમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોના કોવીડ સેન્ટરોમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ થયેલા 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.આ ઇન્ફેક્શન મુખ્યત્વે નાકના ઉપરના ભાગે થાય છે.મ્યુકોર્માયકોસિસ મુખ્યત્વે નાકના પોલાણના ઉપરના ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્ત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે જે ભાગ શિકાર થયો હોય તે સર્જીકલ ટ્રીટમેન્ટ કરી કાઢી નાખવામાં આવે છે. નાકમાંથી ખરાબ / દુર્ગંધની ગંધ, શ્વસન સંબંધી સમસ્યાઓ, વારંવાર શરદી, નાક બંધ થઈ જવું, નાકની આસપાસ અથવા અંદર સોજો, નાકનો ભાગ કાળો પડી જવો. ક્યારેક તાવ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.જેમની ઉંમર 40 કરતાં વધુ છે, જેઓ હાલમાં જ કોવિડ-19થી રિકવર થયા છે અથવા જેમને ડાયાબિટિસ અથવા અન્ય કો-મોર્બિડિટી છે તેમને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે
આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન આખોમાં પ્રવેશે છે. ત્યારે અંધાપો આવી શકે છે. અને 50 %થી વધુ કેસમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ નિદાન માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગલ કલ્ચર કરાય છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સિટીસ્કેન કરાય છે. સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે.
