ઉકાળો આપતા પુત્રીએ ગૃહ ત્યાગ કર્યો:ઘરેથી નીકળેલી પુત્રીનો મહિલા હેલ્પલાઈને મિલાપ કરાવ્યો

ગાંધીનગરમાં રહેતા એક પરિવારમાં હાલમાં ચાલી રહેલી કોરોના કાળની બીજી લહેરથી પોતાની વ્હાલી દિકરીને સંક્રમણથી બચાવવા દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું સેવન કરવા માટે મીઠો ઠપકો પિતા તરફથી આપવામાં આવતો હતો. કંટાળેલી પુત્રીએ રાત્રી કરફ્યૂ દરમિયાન ગૃહનો ત્યાગ કરીને ગાંધીનગરના રસ્તા પર નિકળી ગઇ હતી. તેથી મહિલા હેલ્પલાઇન ટીમે પિતાની તેના પ્રત્યેની લાગણીનો ચિતાર આપી તેનું હૃદય પરિવર્તન કરીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.કોરોના કાળમાં દર્દીઓને ખાટલા, બાટલા અને લાકડા માટે લાઈનો લાગી જવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ગાંધીનગર જિલ્લામાં રાત્રે ધંધા રોજગાર બંધ અને રાત્રે કરફ્યુ નાંખી પાટનગરને આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યું છતાં સંક્રમણ લોકોમાં વધુને વધુ ફેલાઈ રહ્યું છે. ત્યારે નગરજનો ઘરમાં રહીને સ્વાસ્થ્ય વર્ધક ચીજ વસ્તુ આરોગી કોરોનાથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હાલ ચાલતી આંશિક લોકડાઉન જેવી સ્થિતિમાં લોકોને ઘરમાં પૂરાઈ રહેવાનો વખત આવ્યો હોવાથી પરિવારોમાં નાના મોટા કંકાસ થતાં રહે એ સામાન્ય બની ગયું છે.પરંતુ પિતાના કડકાઈ ભર્યા પ્રેમની અવગણના કરીને રાત્રિ કરફ્યુમાં પણ ગૃહ ત્યાગ કરનાર ગાંધીનગરની યુવતીને મહિલા હેલ્પ લાઈનની ટીમ દેવદૂત બનીને મદદે પહોંચી જઈ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગર માણસા પાસેના એક ગામમાં પરિવારના મોભી એવા પિતા દરરોજ ઘરના સભ્યો માટે કોરોના સામે રક્ષણ આપી રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળો લઈને આવતા હતા. છેલ્લા ઘણા સમયથી નિયમિત ઉકાળાનું સેવન નિયમિત બની જતા ઘરની આશરે 21 વર્ષીય જ્યોતિ (નામ કાલ્પનિક છે) તેને પીવા આનાકાની કરતી રહેતી હતી. આથી તેનાં પિતા કોઈ દિવસ મીઠો તો કોઈ દિવસ કડકાઈની ભાષામાં ઠપકો આપતા રહેતા હતા. જેનાં કારણે પિતા દ્વારા જબરજસ્તી ઉકાળો પીવાની ફરજ પાડવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા દિવસોથી જ્યોતિ મને કમને ઉકાળો પી લેતી હતી.ગઈકાલે પણ નિત્યક્રમ મુજબ પિતા ઉકાળો લઈને ઘરે પહોંચ્યા હતા. પરિવારના દરેક સભ્યએ તેનું સેવન કરી લીધું હતું. પરંતુ જ્યોતિએ દરરોજની જેમ આનાકાની શરૂ કરી દીધી હતી. જેથી રોજરોજની જ્યોતિ ચીક ચીકથી કંટાળેલા પિતાએ કડકાઈનાં શૂર રેલાવતા પિતા પુત્રી વચ્ચે ઉકાળાનો કંકાસ શરૂ થઈ ગયો હતો. જોત જોતામાં ઉકાળાનો કંકાસ પરાકાષ્ઠા પર પહોંચી ગયો હતો. આ કંકાસ લાંબો ચાલતાં આવેશમાં આવીને જ્યોતિ રાત્રિ કરફ્યુ દરમિયાન ઘરની બહાર નીકળી ગઈ હતી.ગાંધીનગર તરફ રાત્રિ કરફ્યુમાં યુવાન જ્યોતિ ફરતી હોવાની 181 મહિલા હેલ્પલાઇન ઉપર કોલ આવતા જ એક ટીમ તાબડતોબ જ્યોત નું લોકેશન મેળવી દેવદૂત બનીને તેની પાસે પહોંચી ગઈ હતી. જ્યાં જ્યોતિ ડરના માહોલ વચ્ચે પણ ગુસ્સામાં હતી. જેથી મહિલા હેલ્પલાઇન ટીમે તેની સાથે વાતચીત દરમિયાન મિત્રતા કેળવી લીધી હતી.મહિલા હેલ્પ લાઈનનાં કાઉન્સિલિંગથી જ્યોતિને પિતા માટેનો ગુસ્સો પ્રેમમાં પરિવર્તિત થઈ જતાં તેણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી હેલ્પલાઇન ટીમ તેને લઈ ઘરે પહોંચતા પરિવારજનોએ હાશકારો લીધો હતો. ત્યારે મહિલા હેલ્પલાઇન ટીમે જ્યોતિ પુખ્ત વયની થઈ ચૂકી હોવાથી તેના પિતાને પણ સમજાવ્યા હતા. આખરે જ્યોતિનું પરિવાર સાથે સુખદ મિલન કરાવીને 181 મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં દેવદૂત બની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *