
કિન્નર અખાડાનો મોટો નિર્ણય: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદેથી હટાવાયા
બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદેથી હટાવવામાં આવ્યા છે. બંનેને અખાડામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી કિન્નર આખાડાના સંસ્થાપક અજય દાસે કરી છે.
અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે નવેસરથી કિન્નર અખાડાની રચના થશે. સાથે જ જલદી જ નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત કરવામાં આવશે.