કચ્છથી લઈને સુરત સુધી.. મેઘરાજાએ બોલાવી રમઝટ

કચ્છથી લઈને સુરત સુધી.. મેઘરાજાએ બોલાવી રમઝટ

દાહોદ, છોટા ઉદેપુર, કચ્છ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે

રાજ્યમાં ચોમાસું ધીમે-ધીમે વિદાઈ લઈ રહ્યું છે, ત્યારે દાહોદ, છોટા ઉદેપુર, કચ્છ જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે નસવાડી સહિતના તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે. જેથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે તૈયાર પાક નિષ્ફળ જવાનો ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાન્ધ્રો, ભાનાડા, માતાના મઢ, વિરાણી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલને લઈને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

દાહોદમાં વરસાદી માહોલ

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લીમખેડા, લીમડી, દેવગઢબારિયા, સીગવડ પંથકમાં પણ વરસાદ જામ્યો છે. વરસાદને પગલે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કપાસ અને મકાઈના પાકને નુકસાન ભીતિ

છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી અને આસપાસના વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસ્યો છે. જેના પગલે કપાસ અને મકાઈના પાકને નુકસાનની શક્યતાઓ છે.

સુરતમાં ધમધોકાર વરસાદ

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ, કીમ, કોસંબા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતોમાં ચિતા વધી છે. બીજી તરફ વરસાદ વરસતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *