
મોરબી: તહેવાર ટાણે રાજ્યમાં ફૂડ વિભાગે દરોડા પાડીને કરોડોનો નકલી ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. આવા સમયે મોરબી પોલીસે 600 જેટલા બોગસ પત્રકારના આઇ કાર્ડ વેચનાર ત્રણ શખ્સોની ધરપકડ કરીને નકલી પત્રકારો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીના પેટ્રોલ પંપ સંચાકલની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક પેટ્રોલપંપ સંચાલકને ત્રણ શખસોએ 4000 રૂપિયામાં પ્રેસકાર્ડ વેચ્યા હતા અને બાદમાં તે પ્રેસકાર્ડ રીન્યુ કરવાના 3 હજાર માંગી બ્લેક મેઈલ કરતાં હતા. આ દરમિયાન તેમણે વીડિયો ઉતારીને 50 હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી. બાદમાં આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.