અંકલેશ્વરમાંથી ઝડપાયું 5000 કરોડનું ડ્રગ્સ, ગુજરાત અને દિલ્હી પોલીસને મોટી સફળતા

ફાઈલ ફોટો

અંકલેશ્વરમાં દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી 5,000 કરોડ રૂપિયાનું 500 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે

રાજ્યમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં આવકાર ફાર્મા લિમિટેડ કંપનીમાંથી 5,000 કરોડ રૂપિયાનું 500 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયાની વિગતો સામે આવી છે

અંકલેશ્વરની કંપનીમાંથી ઝડપાયું ડ્રગ્સ

ડ્રગ્સ સામે ચાલી રહેલી કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનથી અંકલેશ્વરની આવકાર ફાર્મા લિમિટેડ કંપનીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી રૂપિયા 5,000 કરોડનું કોકેઈન ઝડપાયું છે. ઉલ્લેખનીય વાત અ પણ છે કે, અગાઉ પણ અંકલેશ્વરથી અનેકવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી ચુકી છે

4 આરોપીની અટકાયત

પાપ્ત માહિતી મુજબ પોલીસે આ કેસમાં 4 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ પણ તેજ કરી છે. દિલ્હી પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં આ ત્રીજું ઓપરેશન હાથ ધરાયું હતું. અત્રે જણાવીએ કે, અગાઉ દિલ્હી સ્પેશિયલ પોલીસ ટીમે 1 ઓક્ટોબરના રોજ મહિપાલપુરમા વેર હાઉસમાંથી 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. આ કેસની તપાસમાં 10 ઓક્ટોબરે રમેશનગરની દુકાનમાંથી 208 કિલો કોકેઈન મળ્યું હતું. ત્યારે હવે આજે 13 ઓક્ટોબરના રોજ અકલેશ્વરમાંથી 518 કિલો કોકેઇન જપ્ત કર્યું છે. છેલ્લા 13 દિવસમાં દેશમાંથી 13 હજાર કરોડની કિંમતનું 1289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *