આવતીકાલથી બે દિવસ બહાર જતા પહેલા સાચવજો, રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત

ઓલા, ઉબેર અને રેપીડોમાં ચાલતી રિક્ષાના ચાલકોએ 24 અને 25 જૂને હડતાળની જાહેરાત કરી છે. જેને લઈ આજે રીક્ષા ચાલકોએ પોતાની માંગના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો

જો તમે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છો અને તેમા પણ જો તમે ઓલા, ઉબેર અને રેપીડોમાં રીક્ષા બુક કરાવતા હોય તો તારીખ 24 અને 25 જૂને ધ્યાન રાખજો. કારણ કે ઓનલાઈન એપ્લિકેશ મારફતે ચાલતી રિક્ષા ચાલકોએ હડતાલ કરી 24 અને 25 જૂનના રોજ હડતાલ જાહેર કરી છે.

કંપની વધારે કમિશન લેતી હોવાની રિક્ષાચાલકોની ફરિયાદ

ઓલા, ઉબેર અને રેપીડોમાં ચાલતી રિક્ષાના ચાલકોએ 24 અને 25 જૂને હડતાળની જાહેરાત કરી છે. જેને લઈને આજે રીક્ષા ચાલકોએ અન્ય રીક્ષા ચાલકોને પોતાની માંગના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જેની અસર જાહેર મોટા સ્થળ સહિત એસ.ટી.સ્ટેન્ડમાં જોવા મળી શકે છે.

જાહેરસ્થળોએ ઉબર ઓલાની રિક્ષા સેવા બંધ રહેશે

કાલુપુર સહિત અલગ અલગ સ્થળ પર રીક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો હતો. રીક્ષા ચાલકોનું માનવું છે કે તેમને કિમી મુજબનું ભાડું મળતું નથી તેમજ કંપની કમિશન વધુ લઈ રહી છે. જેમની અનેકવાર રજુઆત છતાં કોઈ નિર્ણય ન આવતા આખરે ઓનલાઈન કંપનીમાં ચાલતી રિક્ષાના ચાલકોએ 24 અને 25 હડતાંલનું એલાન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *