
અમદાવાદનો હાઈફાઈ રોડ ગણાતા એવા સિંધુભવન રોડ પર અકસ્માત અને નશીલા પદાર્થના વેચાણને લઈ વિવાદમાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદ સેકટર 1 પોલીસ તેમજ અન્ય પોલીસ દ્વારા કાફે તેમજ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મોંઘીદાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.