
બે દિવસ બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થશે, હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ પણ જાહેર કરાયો છે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયો.
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યાતાઓ જણાવી છે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. તેમજ હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ પણ જાહેર કરાયો છે.
ઉત્તર તરફથી પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો
તમને જણાવી દઈએ કે, 41થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે જો કે, ગઈકાલે અમદાવાદ અને અમરેલીનું તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતુ જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રી અને સુરતમાં 39.8 ડિગ્રી,નલિયામાં 35 ડિગ્રી, ઓખામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તેમજ અન્ય સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન રહ્યું છે. 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉત્તર તરફથી પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.

19 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા
અત્રે ઉલ્લેખનીય કે, વરસાદને લઈ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 19 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ગરમી બાદ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.