વિશ્વ જનસંખ્યા દિવસ

વિશ્વ જનસંખ્યા દિન નિમિતે વસ્તી વધારાની સમસ્યા અંગે લોકજાગૃતિ અભિયાન સાથે આગળ વધવું જોઈએ..

અહેવાલ:- નિકિતા સક્સેના

વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે ૧૧ જુલાઇ નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ ૧૧ જુલાઇ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.

અંદાજે ૮ કરોડ 30 લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાય છે. વિશ્વની વસ્તી વર્ષ ૨૦૩૦ સુધીમાં લગભગ ૮ અબજ ૬૦ લાખ સુધી પહોંચી જશે.

લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી, કે ભવિષ્યમાં આ આપણા વિકાસમાં અવરોધ સર્જી શકે છે. ચીનની વાત કરીએ તો ચીન સામ્રાજ્યવાદી દેશ છે. અહીં લોકો પર કેટલી રીતે પ્રતિબંધ મુકીને વસ્તીવધારા પર કાબુ મેળવવાનાં પ્રયત્નો કરાઈ રહ્યા છે. ભારત લોકતાંત્રીક દેશ છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. તાજેતરમાં આપણને અનાજની કટોકટી માટે એશિયાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

આ વાત હવે ઝડપથી સ્વીકારી લેવી જોઈએ કે અનાજની તંગી દિવસેને દિવસે વધી રહી છે. અનાજ શા માટે, અનાજની સાથે સાથે જળ સંકટ પણ વધી રહ્યો છે. વધતી જતી વસ્તી પ્રદુષ્ણને પણ વેગ આપી રહ્યો છે, જેને પગલે જમીનની ફળદ્રુપતામાં ઝડપીથી ઘટાડો થઈ રહ્યો છે તદ્દ ઉપરાંત પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે.

જો આપણે સમય રહેતા સભાનતા દાખવી વધતી વસ્તીને રોકવા પ્રયત્ન નહી કરીએ તો એક દિવસ ભૂખમરો અને જળ સંકટનો સામનો કરવો પડશે. વસ્તી વધારાને નાથવા દરેક વ્યક્તીએ સભાનતા દાખવી પડશે. ભગવાન આપણને બાળક આપે છે આ માનસિકતાને આપણે છોડવી પડશે નહિતર આવનારા સમય પરીસ્થિતિ વધારે કથળી શકે છે.

દેશના કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મળા સીતારમણએ સંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજુ કરતા કહ્યું હતુ કે, આવનારા દસ વર્ષ દરમિયાન દેશની વસ્તીમાં ઘટાડો જોવા મળશે. તેમજ 2031થી 2041 સુધીમાં લગભગ શૂન્ય થઇ જશે.

વસ્તી વધારાના આ મુદ્દાને લઇને ચિંતા વ્યકત કરી છે કે, 0-19 વર્ષના યુવાનોની સંખ્યા વર્ષ 2011માં 41% હતી, જયારે વર્ષ 2041માં ઘટીને 25% થઇ જશે.
એવું માનવામાં આવી રહ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *