
World No Tobacco Day :મદનપુરા ગામે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરાઇ
World No Tobacco Day : આજ રોજ 31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિન અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, ભુજતાલુકા આરોગ્ય કચેરી, માંડવીપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોડાય તથાહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કોડાય -૨ ના સંયુક્ત ઉપક્રમે આ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
World No Tobacco Day : જેના અંતર્ગત કોડાય ના મદનપુરા ખાતે માંડવી ના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન અનિરુદ્ધ ભાઈ દવે ની હાજરી માં ગ્રામ જનોને તમાકુ વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. તેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના તમામ સદસ્યશ્રીઓ તેમજ ગ્રામ પંચાયત અને આજુ બાજુ ના વિસ્તાર ના બહોળી સંખ્યા માં લોકો જોડાયા. તમાકુ ના વ્યસન થી થતાં નુકશાન વિશે સમજણ આપવામાં આવી. તેમજ ખાસ પેસીવ સ્મોકિંગ ના ગેરફાયદા વિશે માહિતી આપવામાં આવી.
World No Tobacco Day : આ આયોજન માં કોડાય ના પ્રા.આ. કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી, સુપરવાઇઝ રો, કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર, તેમજ હેલ્થ અને વેલનેશ સેન્ટર ના તમામ આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.