
World No Tobacco Day : સીગારેટ પીવાથી દર સેકેન્ડે એક વ્યક્તિ ગુમાવી રહ્યો છે જીવ, એક જ વર્ષમાં 5 લાખ મહિલાઓના મોત
World No Tobacco Day : આજે તા.૩૧ મે વિશ્વમાં તમાકુ નિષેધ દિન તરીકે ઉજવાશે. તમાકુનું વ્યસન સર્વનાશ નોતરે છે તે નગ્ન હકિકત હોવા છતા આજે દુનિયામાં વ્યસનોનો મહારોગ થઈ પડયો છે.હાલમાં વિશ્વમાં દર વર્ષે ૫૦ લાખ લોકો સીગારેટ પીવાના કારણે મરે છે. આમ દર સેકન્ડે એકનું મોત થાય છે. વિશ્વમાં ધુમ્રપાન કરનારાઓની સંખ્યા એક અબજ છે.
World No Tobacco Day : એક સર્વે ના તારણ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત કેન્સર અને રીસર્ચ ઈસ્ટીટયુટમાં દાખલ કરાયેલા ૧૫૦૦૦ દર્દીઓમાંથી ૮૬૦૦ માત્ર મો અને ગળાના કેન્સરવાળા હતા. જેમાં ૭૭ ટકા ધુમ્રપાન કરનારા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ આગામી બે દાયકામાં ધુમ્રપાનના કારણે થતા મોતનો આંકડો ત્રણ ગણો વધી જશે. ધુમ્રપાનની ટેવવાળા દર બે વ્યકિતએ એકનુ મોત ૩૫ થી ૬૯ વર્ષની ઉમંર વચ્ચે થાય છે. તેઓ કેન્સર અને હૃદયરોગનો ભોગ બને છે.

World No Tobacco Day : ચીનમાં ૩ કરોડ ધુમ્રપાન કરનારાઓ છે. બીજા નંબરે અમેરીકા અને ત્રીજા નંબરે પોલેન્ડ,ગ્રીસ અને હંગેરી આવે છે.૨૦૨૦માં ધુમ્રપાનના કારણે પાંચ લાખ મહિલાઓ મરણ પામી હતી. સીગારેટના બળતા ભાગનું ઉષ્ણતામાન ૫૦૦ થી ૯૦૦ સે.ગ્રે. જેટલુ ઉંચુ હોય છે. એટલે કે, ઉકતા પાણી કરતા પાંચથી નવ ગણુ વધારે ગરમ હોય છે. ધીમુ ઝેર ગાણાતી તમાકુ માનવીના મગજને ઉપરથી સ્કુર્તિલુ અને અંદરથી ખોખલુ કરે છે તે હકીકત જગજાહેર હોવા છતાં વધુ ને વધુ યુવાનો તેના પ્રતિ આકર્ષાઈ રહ્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના વ્યસનમુકિતના આજીવન પ્રચારક નવિનભાઈ રાજયગુરૂ છેલ્લા ૩૫ વર્ષથી વ્યસનમુકિત અંગે સ્વખર્ચે પ્રચાર અને પ્રસારનું કાર્ય કરી રહ્યા છે.
World No Tobacco Day
World No Tobacco Day : વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઈતિહાસ
તમાકુનાં સેવનથી થતી બીમારીઓ અને મૃત્યુનાં વધતા આંકડાઓને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત 1987માં કરી હતી. પહેલી વાર 7 એપ્રિલ 1988નાં રોજ આ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ 31 મે 1988નાં રોજ WHO42.19 પ્રસ્તાવ પાસ થયા બાદ આ દિવસને દર વર્ષે 31 મેનાં રોજ મનાવવામાં આવે છે.