
વર્તમાન સ્થિતિમાં વિશ્વમાં દર વર્ષે 76 લાખ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થાય છે.જેમથી 40લાખ લોકોના મૃત્યુ સમય પહેલા થી જાય છે.એટલા માટે આ બીમારી વિષે જાગરુકતા વધારવાની સાથે કેન્સર સામે વ્યુવ્હારિક વ્યૂરચના વિકસાવિ પડસે.વર્ષ 2025 સુધીમાં કેન્સરના કારણે સમય પહેલા મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 60લાખ નો વધારો થવાની સંભાવના છે.જો 2025 સુધીમાં કેન્સર ના કારણે સમય પહેલા મૃત્યુમાં 25 પ્રાતીસત ધટાડાના લક્ષ્ય નક્કી કરવામાં આવે તો દર વર્ષે 15 લાખ લોકોના જીવ બચાવી શકાય છે.
તમાકુ અથવા ગુટખાના લાંબા ગાળાના સેવન, સિગારેટ પીવું, આલ્કોહોલ પીવો, લાંબા સમય સુધી રેડિએશનનો સંપર્ક કરવો, આનુવંશિક ખામી, શારીરિક નિષ્ક્રિયતા, નબળા પોષણ અને કેટલીકવાર સ્થૂળતા પણ કેન્સર તરફ દોરી જાય છે.
કેન્સરના ઘણા પ્રકારો છે, પરંતુ જે કિસ્સાઓ સૌથી સામાન્ય છે તે છે સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાના કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મગજનું કેન્સર, યકૃતનું કેન્સર, બોનનું કેન્સર,મોઢાનું કેન્સર અને ફેફસાંનું કેન્સર સામેલ છે.