WOMEN HELPLINE : વ્યસની પતિ ને કાયદાનું ભાન કરાવી. પતિ – પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમ

WOMEN HELPLINE : વ્યસની પતિ ને કાયદાનું ભાન કરાવી. પતિ – પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમ

WOMEN HELPLINE : ગઈ તારીખ:- ૧૧-૦૧-૨૦૨૪ ના રોજ ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ માનસિક ત્રાસ આપે હતા.તેથી ૧૮૧ ની મદદ ની જરૂર છે

WOMEN HELPLINE : જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ,એ.એસ.આઈ રક્ષાબેન ચાવડા સ્થળ પર દોડી ગયા હતા.પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા તેમના સાસુ – સસરા સાથે સયુંક્ત કુટુંબમાં રહેતા હતા. પીડિતાના પતિ તેમના સસરા સાથે કામધંધો કરતા હતા પરતુ પીડિતા અને તેમના બાળકોની કોઈ પણ જવાબદારી પૂરી નો હતા કરતા. પીડિતા તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત માંટે તેમના સાસુ – સસરા પાસે થી પૈસા માંગવા પડતા હતા એ બાબતને લઈને પીડિતા ના રોજ તેમના પતિ સાથે ઝઘડાઓ થતા હતા. તેમના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબજ અપશબ્દો બોલતા હતા અને માનસિક ત્રાસ આપતો હતો.તેથી તેમના પતિ ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હોય.. આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ..૧૮૧ અભિયમની ટીમ દ્વારા પીડિતાના પતિ ને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ જેથી પીડિતા ના પતિ એ તેની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્ની ને હેરાન નહી કરે તેમજ તેમની પત્ની અને બાળકોનું તમામ જવાદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ તેથી બંને પતિ અને પત્ની સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે અને ઘર સંસાર તૂટતાં બચાવ્યા હતો.પીડિત મહિલાએ ૧૮૧ નો આભાર માન્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *