
MANDVI: માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા નં. ૩ના નિવૃત્ત શિક્ષિકા ભારતીબેન અંતાણીનું નિધન થતાં શોકની લાગણી ફેલાઈ.
MANDVI : જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નુતન પ્રાથમિક શાળા નં.૩ના નિવૃત્ત શિક્ષિકા ભારતીબેન અંતાણી નું નિધન થતાં શાળા પરિવાર અને નાગર જ્ઞાતિમાં શોકની લાગણી ફેલાઈ છે.
MANDVI : સ્વ.ભારતીબેન અંતાણીને શ્રદ્ધાંજલિ અર્પતા શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, સ્વ. ભારતીબેન નું તા. 11/01 ના અવસાન થતાં શાળા પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. તેમણે માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળામાં 31 વર્ષ સુધી સંતોષકારક રીતે ફરજ બજાવી હતી. તેઓના સ્વભાવના કારણે તેઓ શાળાના બાળકોમાં અને વાલીઓમાં લોકપ્રિય હતા. સ્વ. ભારતીબેન અંતાણીને શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ, શાળાના વર્તમાન આચાર્ય પુનિતભાઈ વાસાણી, શાળાના પૂર્વ શિક્ષકો અને શાળા પરિવારે શ્રદ્ધાંજલિ અર્પી હતી.