West Bengal Violence : વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી અને આગચાંપીની ઘટનાઓ બની

West Bengal Violence For Waqf Act : વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી અને આગચાંપીની ઘટનાઓ બની

West Bengal Violence For Waqf Act
West Bengal Violence For Waqf Act

West Bengal Violence  : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે સાંજે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આક્રમક અથડામણ થઈ હતી. જંગીપુર વિસ્તારમાં વક્ફ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આગચાંપીની ઘટનાઓ બની હતી.

West Bengal Violence : જંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે પરવાનગી વિના મોટી સંખ્યામાં ટોળું ભેગું થતાં તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં અથડામણ શરૂ થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

West Bengal Violence  : અથડામણમાં અનેક ઘાયલ થવાની આશંકા આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. જેમાં અમુક પોલીસકર્મી પણ સામેલ છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સરકારે પણ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. બીજી તરફ પ્રદર્શનકારોએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી વક્ફ સંશોધન કાયદો પાછો લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *