Congress session : કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડી, ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા

બ્રેકિંગ ન્યુઝ

Congress session : કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડી, ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા

Congress session : કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા મંગળવારે (8 એપ્રિલ, 2025) અમદાવાદ આવેલા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Congress session : અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવ્યા છે. પી. ચિદમ્બરમ પણ અધિવેશનમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે આજની CWCની બેઠકમાં પણ ભાગ લીધો હતો, પરંતુ અચાનક તેમની તબિયત લથડતા તેમને શહેરની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *