સોશિયલ મીડિયા પર કુવા પર બે સિંહના પાણી પીતા વાયરલ થયો વિડીયો

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં સવારના સમયે પોતાના ઘરથી બહાર નીકળી રહેલા એક વ્યક્તિએ દરવાજા પાસે બનેલા એક કુવા પર બે સિંહને પાણી પીતા જોયા.વાયરલ થઇ રહેલા વિડીયોને ગુજરાતના વન અધિકારી સાકેતે પણ પોતાના ટવીટર હેન્ડલથી શેર કરી લખ્યું છે કે તમારું રીએક્શન શું હોય? જો તમે સવારે ઘરનો દરવાજો ખોલો અને તમને આ નજારો જોવા મળે.
વન અધિકારી સાકેતે આ મેસેજ સાથે જે વિડીયો શેર કર્યો છે તેમાં એક વ્યક્તિ દરવાજો ખોલતો દેખાય છે .દરવાજો ખોલ્યા બાદ ઘરની બહાર બે સિંહને જુએ છે.જે ટાંકીમાંથી પાણી પીતાં હોય છે.જેમાંથી એક સિંહ આ વ્યક્તિ સામે જોવે છે પરંતુ કોઈ હુમલો કરતો નથી.થોડા સમય બાદ સિંહ પાણી પી પરત જતા રહે છે. સોશિયલ મીડિયા પર ગુજરાતના આ વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.૨ એપ્રિલની સવારે પોસ્ટ કરવામાં આવેલા વિડીયોને જોઈ કોઈ સિંહની સજ્જનતાની પ્રશંસા કરી રહ્યા છે તો કોઈ વિડીયો બનાવનાર વ્યક્તિની હિંમતની.આ ઉપરાંત અનેક લોકો પોતાના એકાઉન્ટથી વિડીયોને શેર પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *