Vadodara Fire News : લાભ પાંચમે ગુજરાતમાં બની ભયાનક ઘટના, મકાનમાં બ્લાસ્ટ થતાં ત્રણ દાઝ્યા, એકનું મોત

Vadodara Fire News : લાભ પાંચમે ગુજરાતમાં બની ભયાનક ઘટના, મકાનમાં બ્લાસ્ટ થતાં ત્રણ દાઝ્યા, એકનું મોત

Vadodara Fire News : આજે લાભપાંચમના દિવસે વડોદરા શહેરમાં એક ગોઝારી ઘટના બની છે. વડોદરાના સમા વિસ્તારમાં એક કરૂણ ઘટના બનતા તહેવાર શોકમાં ફેરવાઇ ગયો છે.

Vadodara Fire News : વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક કરૂણ ઘટના બની. એક મકાનમાં ગેસ લીકેજ બાદ અચાનક થયેલા ધડાકામાં ઘરમાં હાજર પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા. ઇજાગ્રસ્તોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Vadodara Fire News : સમા વિસ્તારમાં છઠ પૂજાનો પર્વ માતમમાં ફેરવાયો

વડોદરા શહેરના સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીમાં છઠ પૂજા ઉજવવાના ઉત્સાહભર્યા પર્વમાં ગુપ્તા પરિવાર માટે દુઃખદ ઘટના બની ગઈ. મકાનમાં ગેસ સિલેન્ડર લીકેજ થતા આગ લાગી અને ઘરમાં હાજર ત્રણ પરિવારના સભ્યો દાઝી ગયા. ઘરમાં આગ લાગતી વેળાએ પરિવારના 24 વર્ષીય પુત્ર વિશ્વજીત ગુપ્તાએ સભ્યોને બચાવવા પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ તેનું મોત નીપજ્યું.

Vadodara Fire News : ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

આગની ઘટના બાદ ઘરમાં તાત્કાલિક બચાવ કાર્ય કરવામાં આવ્યું. રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમને તરત જ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગના સૂત્રો અનુસાર ઘરમાં મીની બ્લાસ્ટ પણ થયો હતો, જેના કારણે દુઃખદ પરિસ્થિતિ સર્જાઈ.

Vadodara Fire News : મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

વિશ્વજીત ગુપ્તાનું મૃતદેહ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે. બીજી તરફ તેનો આખો પરિવાર આઘાતમાં છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *