Uttarakhand Rain : ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, ભૂસ્ખલનથી બદ્રીનાથ હાઇવે બંધ

Uttarakhand Rain : ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, ભૂસ્ખલનથી બદ્રીનાથ હાઇવે બંધ

Uttarakhand Rain : દેહરાદૂન: ઉત્તરાખંડમાં ચોમાસું સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે દેહરાદૂન, ચંપાવત, બાગેશ્વર, ઉધમ સિંહ નગર અને નૈનીતાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Uttarakhand Rain : ચમોલી જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનની અસર જોવા મળી રહી છે. બાજપુર વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરાયો છે અને વાહનવ્યવહારને નંદપ્રયાગ-કોઠિયાલસેન લિંક રોડ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબની યાત્રા ચાલુ છે, જોકે કેટલાક માર્ગો પર કાટમાળ પડવાથી અવરજવર મુશ્કેલ બની છે.

Uttarakhand Rain : ઉત્તરકાશી જિલ્લામાં પણ વરસાદ વચ્ચે ગંગોત્રી અને યમુનોત્રી હાઇવે પર અવરોધ સર્જાયો હતો. ગંગોનાની નજીક ભૂસ્ખલનનો કાટમાળ અને પાલીગઢ નજીક માર્ગ પર પડેલા કાટમાળને કારણે વાહનવ્યવહાર અટક્યો હતો. બીઆરઓ અને એનએચની ટીમોએ કામગીરી કરીને આશરે ત્રણ કલાક બાદ માર્ગો ફરી ખુલ્લા કર્યા હતા.

Uttarakhand Rain : અલકનંદા-મંદાકિની નદીઓ ચેતવણી સ્તરની નજીક

Uttarakhand Rain : ભારે વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. રવિવારે સવારે 8 વાગ્યે અલકનંદાનું પાણીનું સ્તર 625.80 મીટર નોંધાયું હતું, જ્યારે ચેતવણી સ્તર 626 મીટર છે. મંદાકિની નદી 624.95 મીટરના સ્તરે વહેતી હતી, જ્યારે તેનું ચેતવણી સ્તર 625 મીટર છે.

જિલ્લામાં મોટાભાગના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર સામાન્ય હોવાનું વહીવટીતંત્રે જણાવ્યું છે. જોકે, ત્રણ PWD અને પાંચ PMGSY માર્ગો વરસાદની અસરથી પ્રભાવિત થયા છે.

વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને કુદરતી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારી રાખવા સૂચના આપી છે. લોકોને પણ માર્ગ અવરોધ, ભૂસ્ખલન, અકસ્માત અથવા અન્ય કોઈ નુકસાનની સ્થિતિમાં તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *