UTARVAHINI NARMADA PARIKRAMA : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અવ્યવસ્થા બાદબસ અને બોટની સંખ્યા વધારાઈ

UTARVAHINI NARMADA PARIKRAMA : રજાના દિવસોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની વ્યવસ્થા પડી ભાંગતા તંત્ર દોડતું થયું છે, અને ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસની રજાના સમયગાળા દરમિયાન અંદાજે 8 થી 10 લાખ પરિક્રમાવાસીઓ ઉમટી પડતાં અંધાધૂંધી સર્જાઇ હતી. જેને કારણે પરિક્રમાવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ કહ્યું હતું કે, ‘મહાકુંભની વ્યવસ્થા પરથી રાજ્યના અધિકારીઓએ બોધ લેવા જેવો હતો.’ આ ઉપરાંત ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં અવ્યવસ્થાને કારણે અનેક પરિક્રમાવાસીઓને અધવચ્ચે થી પરત ફરવું પડયું હતું. તો બીજી તરફ આજે આખો દિવસ ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. 20 જેટલી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી મંગાવી હતી.જ્યારે, 50 હોડીઓ ઉપલબ્ધ છે અને વધારાની 30 હોડીઓ મંગાવવામાં આવી છે. આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે SDRFને તૈનાત રાખવામાં આવી છે.
UTARVAHINI NARMADA PARIKRAMA : નર્મદા જિલ્લા માં ચાલતી ઉતરવાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવાર અને રવિવારના રોજ અચાનક 2 થી 3 લાખ ભક્તો પરિક્રમા માટે આવી ગયા હતા, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. આગામી 17 થી 20 અને પરિક્રમા જયારે છેલ્લા પડાવ એટલે કે 25 થી 27 આ સમય દરમિયાન હજુ પણ વધુ ભક્તો આવે તેવા અણસાર છે જેથી 12 એપ્રિલે જે બન્યું તેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે તાત્કાલિક નર્મદા જિલ્લા કલેકટરે રામપુરા મંદિર ખાતે સંબંધિત અધિકારીઓ,પોલીસ વિભાગ,સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો સાથે એક બેઠક યોજી હતી.
UTARVAHINI NARMADA PARIKRAMA : જેમાં નાવડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યાં રસ્તામાં નવા ટેન્ટની જરૂરિયાત છે ત્યાં નવા ટેન્ટ બનાવવામાં આવશે. નાવડીઓ માટે એજન્સી એ ફરજિયાત 200 લીટર ડીઝલ સ્પેરમાં રાખવું પડશે. જ્યાંથી પરિક્રમાવાસીઓ નાવડીઓમાં બેસે છે ત્યાં હાલ 14 જેટી છે તેમાં બીજી 11 જેટી નવી બનાવવામાં આવશે. હાલ 50 નાવડીઓ ચાલી રહી છે તેમાં બીજી 20 નાવડીઓનો વધારો કર્યો એટલે હવે 70 નાવડીઓ દ્વારા પરિક્રમવાસીઓને રેંગણ ઘાટથી નદી પાર કરાવવામાં આવશે. પરિક્રમા પથ પર જ્યાં આમ તો લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી છે પણ હજુ જ્યાં જરૂર છે ત્યાં લાઈટોમાં પણ વધારો કરવામાં આવશે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો