UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON : હવે ઓનલાઇન પેમેન્ટમાં PINને બદલે પિન-ફ્રી બાયોમેટ્રિક સિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે.

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON : હવે ઓનલાઇન પેમેન્ટમાં PINને બદલે પિન-ફ્રી બાયોમેટ્રિક સિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે.

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON
UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON : જી હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. ભારતનું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ હવે એક મોટા ડિજિટલ અને ક્રાંતિકારી ફેરફાર માટે તૈયાર થઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ટૂંક સમયમાં જ UPI પેમેન્ટ માટે પિન-ફ્રી બાયોમેટ્રિક સિસ્ટમ લાવી રહ્યું છે.

એકદમ સરળ ભાષામાં કહીએ તો… હવે તમારે 4 કે 6 આંકડાનો પિન નાખવાની જરૂર નહીં પડે. એના બદલે તમારો ચહેરો (Face ID), તમારી ફિંગરપ્રિન્ટ (Fingerprint) અથવા તમારી આંખની કીકી (Iris Scan) જ તમારો પાસવર્ડ બની જશે. આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ હશે:

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON
UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON : પહેલાંની જેમ જ દુકાનદારનો QR કોડ સ્કેન કરો. જેટલા રૂપિયા ચૂકવવાના છે એ રકમ દાખલ કરો અને ‘Pay’ પર ક્લિક કરો. હવે PIN નાખવાની સ્ક્રીનની જગ્યાએ તમારો ફોન તમને પૂછશે – ‘Verify with Fingerprint’ અથવા ‘Verify with Face ID’.
બસ, ફોનના સેન્સર પર આંગળી મૂકો અથવા કેમેરા સામે જુઓ અને તમારું પેમેન્ટ તરત જ સફળ થઈ જશે.

જ્યારે પણ પૈસાની વાત આવે ત્યારે સુરક્ષાનો સવાલ સૌથી પહેલા આવે. તો ચાલો… તમારી મૂંઝવણો દૂર કરીએ:

શું આ પિન કરતાં વધુ સુરક્ષિત છે? હા, બિલકુલ. તમારો ચહેરો અને ફિંગરપ્રિન્ટ દુનિયામાં યુનિક છે. કોઈ તમારો PIN ચોરી શકે છે, પણ તમારી ફિંગરપ્રિન્ટ નહીં. આ સિસ્ટમ આધાર અને બેંકના સુરક્ષા નેટવર્ક સાથે જોડાયેલી હોવાથી અત્યંત સુરક્ષિત છે. જો મારો ફોન ખોવાઈ જાય તો? તોપણ ગભરાવાની જરૂર નથી. ચોર પાસે તમારો ફોન હશે, પણ તમારી ફિંગરપ્રિન્ટ કે ચહેરો નહીં, એટલે તમારા વગર કોઈ એક રૂપિયો પણ ટ્રાન્સફર નહીં કરી શકે.

UPI પિનનો વિકલ્પ ચાલુ જ રહેશે. બાયોમેટ્રિક સિસ્ટમ એક વધારાનો અને વૈકલ્પિક રસ્તો હશે. મતલબ કે તમને પેમેન્ટ કરતી વખતે પસંદગી મળશે કે તમારે ફિંગરપ્રિન્ટથી પેમેન્ટ કરવું છે કે જૂની રીત મુજબ પિન નાખીને. આનાથી જે લોકો પાસે જૂના ફોન છે અથવા જેમને પિન વધુ અનુકૂળ લાગે છે તેમને કોઈ તકલીફ નહીં પડે.

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON
UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON

UPI PIN FREE PAYMENT WILL LUNCH SOON : હાલની માહિતી મુજબ, NPCI દ્વારા આ સિસ્ટમ પર કામ અંતિમ તબક્કામાં છે. એની સુરક્ષા અને અન્ય પાસાંનું સઘન પરીક્ષણ ચાલી રહ્યું છે, જોકે કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી થઈ, પરંતુ એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં જ એને તબક્કાવાર રીતે ભારતમાં લાઈવ કરી દેવામાં આવશે. હવે UPIનું મહત્ત્વ દેશમાં થતા નાણાંના વ્યવહારોથી પણ સમજો.

આ ફેરફાર ખાસ કરીને આપણા વડીલો અને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેમને PIN યાદ રાખવામાં કે ડિજિટલ ટેકનોલોજી વાપરવામાં મુશ્કેલી પડે છે. ખરેખર, આ પગલું ડિજિટલ ઇન્ડિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *