TRENDING LABUBU DOLL CRAZE IN GUJARAT : ગુજરાતીઓ લાબુબુ ડોલ માટે 1 લાખ રૂપિયા ખર્ચવા પણ તૈયાર, એક વેપારીએ તો 10 હજાર ડોલ વેચી નાખી છે.

TRENDING LABUBU DOLL : આજકાલ દેશ-દુનિયામાં લાબુબુ ડોલ ધૂમ મચાવી રહી છે. દેખાવમાં વિચિત્ર અને ડરામણી લાગતી લાબુબુ ડોલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. હવે આ ડરામણી ઢીંગલી લાબુબુને લઇને ગુજરાતીઓમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રેઝ એવો કે લોકો ગોલ્ડ જ્વેલરીથી લઇને કી-ચેન, સ્ટેશનરી, સોફ્ટ ટોયઝ અને કેક પણ લાબુબુ થીમ પર બનાવી રહ્યા છે. આકર્ષણ એવું છે કે લોકો 1 લાખથી વધુ ખર્ચીને પણ લાબુબુ ગોલ્ડ પેન્ડન્ટ બનાવી રહ્યા છે તો અમદાવાદના એક વેપારીએ તો 10 હજારથી વધુ મોન્સ્ટર ડોલ વેચી નાખી છે.
TRENDING LABUBU DOLL : અમદાવાદના જ્વેલરી શોપના મેનેજર આનંદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢથી બે મહિનાથી અમે લાબુબુ થીમની જ્વેલરી બનાવી રહ્યા છીએ. અત્યારસુધીમાં અમે 4-5 પીસ વેચ્યા છે અને 100થી વધુ ઈન્કવાયરી આવી છે. ખાસ કરીને રક્ષાબંધન માટે આ એક બેસ્ટ ગિફ્ટ ઓપ્શન તરીકે લોન્ચ કર્યું છે. આ પેન્ડન્ટનું વજન લગભગ 11થી 11.50 ગ્રામ છે અને એની અંદાજિત કિંમત 1 લાખ 5 હજારથી 1 લાખ 10 હજાર રૂપિયા છે.

TRENDING LABUBU DOLL : તેમણે આગળ કહ્યું, આ ટ્રેન્ડ પહેલાં કાર્ટૂન અને પર્સમાં હતો અને હવે ગોલ્ડ જ્વેલરીમાં પણ ખૂબ ચાલી રહ્યો છે. આ નવું કેરેક્ટર હોવાથી લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. અત્યારે પિંક, બેબી પિંક અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે અને કસ્ટમર પોતાની પસંદગીના કલરની પણ ડિમાન્ડ કરી રહ્યા છે.
સુરતની શિવાંગી અગ્રવાલે ગુલાબનાં ફૂલોમાંથી ભારતની પહેલી 6 ફૂટ ઊંચી લાબુબુ ડોલ બનાવી છે. કંઈક અલગ કરવાની ઇચ્છા સાથે તેણે સૌથી મોટી વાઇરલ ડોલ બનાવી છે. શિવાંગી અગ્રવાલે જણાવ્યું હતું કે 6 લોકોની મદદથી આ ડોલ બનાવવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો. 6 ફૂટની ડોલમાં 1500થી વધુ ગુલાબનો ઉપયોગ કરાયો હતો. શિવાંગી અગ્રવાલ છેલ્લાં 4 વર્ષથી ફૂલોમાંથી વિવિધ પ્રકારના ગુલદસ્તા અને ફૂલની ટોપલીઓ બનાવી રહી છે.
TRENDING LABUBU DOLL : અમદાવાદના સેમ્સ ટોય શોપ ઓનર શૈલેષ શુક્લાએ જણાવ્યું હતું કે લાબુબુ ડોલ અત્યારે ટ્રેન્ડમાં છે, એનું કારણ એ છે કે અત્યારે બધા ફિલ્મસ્ટાર, સેલિબ્રિટી બધા લોકો એનું પ્રમોશન કરે છે, પોતે ખરીદે છે અને સોશિયલ મીડિયા પર પણ મૂકે છે. આ કારણે અત્યારે તેની ડિમાન્ડ વધારે છે. લાબુબુ અત્યારે બધી જ ઉંમરના લોકો ખરીદી રહ્યા છે, પરંતુ મોટા લોકો અને સ્પેશિયલ ગર્લ્સ અને લેડીઝમાં ટ્રેન્ડ વધારે છે.

TRENDING LABUBU DOLL : તેમણે વધુમાં જણાવ્યું કે લોકોમાં આ ડોલ વિશે નેગેટિવિટી ફેલાયેલી છે, આને મોન્સ્ટર ડોલ પણ કહેવાય છે. ઇન્ડિયામાં કોઈપણ વસ્તુ ટ્રેન્ડમાં આવે એટલે નેગેટિવ વર્ડ્સ પણ આવે છે. બધા એવું કહેતા હોય છે, પરંતુ એવું હોતું નથી. આ એક પ્રકારનું રમકડું છે. છેલ્લા 3 મહિનાથી અમે વેચાણ કરીએ છીએ અને લગભગ અમે 10 હજારથી વધુ પીસ વેચ્યા છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

TRENDING LABUBU DOLL : રક્ષાબંધન નજીક છે ત્યારે રાજકોટમાં રાખડીઓમાં લાબુબુનો ક્રેઝ ખૂબ જ વધારે જોવા મળે છે. દરરોજ આ પ્રકારની 50થી વધુ રાખડીઓ વેચાય છે. 90 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીની કિંમતની લાબુબુની વેરાઈટીનું વેચાણ થાય છે. મોટેભાગે 15 વર્ષ સુધીનાં બાળકોમાં લાબુબુનો ક્રેઝ જોવા મળે છે.

TRENDING LABUBU DOLL : સુરતના જ એક કેક આર્ટિસ્ટ તન્વી માથુર શર્મા દ્વારા 7.5 ઇંચ બાય 4 ઈંચની લાબુબુ કેક બનાવવામાં આવી હતી. તન્વીએ જણાવ્યું હતું કે સુરતના લોકો માટે કંઈક ને કંઈક ક્રિએટિવ અને નવું પહોંચાડવા માટે કઈ અલગ જ કરતી રહું છું. લાબુબુનો ટ્રે્ન્ડ વિશ્વભરમાં હોવાથી સુરત પણ પાછળ કેમ રહે એ વિચાર સાથે 850 ગ્રામની કેક બનાવી હતી, જેનો ખર્ચ 3000 રૂપિયા થયો છે. આ કેક બનાવતા એક દિવસનો સમય લાગ્યો હતો.
અમદાવાદમાં એક રાખડી સ્ટોલ પર પહોંચ્યા ત્યારે રાખડી સ્ટોલના ઓનરે જણાવ્યું હતું કે મારી પાસે તો લાબુબુ ટ્રેન્ડવાળી રાખડી હશે તોપણ હું નહીં વેચું, કારણ કે હું મારી ભત્રીજી માટે આ ડોલ લાવી હતી, પરંતુ તે ડોલ ખૂબ જ નેગેટિવિટી ફેલાવે છે અને એ ડોલ લાવ્યા પછી આર્થિક રીતે ઘણું નુકસાન પણ થયું છે, એટલે મારું માનવું છે કે આ લાબુબુ ટ્રેન્ડથી બધાએ દૂર રહેવું જોઈએ.
TRENDING LABUBU DOLL : લાબુબુ હવે માત્ર એક રમકડું નથી રહ્યું, પરંતુ એક ફેશન સ્ટેટમેન્ટ અને કલેક્શન આઈટમ બની ગઈ છે, જે એના યુનિક દેખાવ અને ‘બ્લાઈન્ડ બોક્સ’ના રોમાંચને કારણે દરેક વર્ગના લોકોને આકર્ષી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ તેનો ક્રેઝ સતત વધી રહ્યો છે.
લાબુબુ ડોલનો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ છે. ગાયિકાઓ રીહાન્ના અને દુઆ લિપા પણ તેની સાથે જોવા મળી છે. લાબુબુ ડોલ એક કાલ્પનિક પાત્ર છે. જેને સૌથી પહેલા હોંગકોંગના એક આર્ટિસ્ટ કાસિંગ લંગે 2015માં બનાવ્યું હતું. કાસિંગ લંગને પરીકથાઓ વધારે પસંદ હતી. તેમાંથી પ્રરણા લઈને કાસિંગે આ ઢીંગલી બનાવી હતી. પરંતુ તેને એ નહોતી ખબર કે આ ઢીંગલી 2025માં આટલી ટ્રેડમાં આવી જશે.
TRENDING LABUBU DOLL : આ ઢીંગલીનો દેખાવ ખૂબ જ ડરામણો હોવા છતાં પણ તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ ઢીંગલીને મોટી આંખો અને મોટા દાંત છે. એવું લાગે છે કે તે એક તોફાની ઢીંગલી છે. ડરામણો દેખાવ હોવા છતાં પણ તેને સુંદર અને સ્ટાઇલિશ માનવામાં આવી રહી છે. આ ઢીંગલી ચીનથી પ્રસિદ્ધ થઈ હતી. ચીની કંપની પોપ માર્ટે તેને લોકપ્રિય બનાવી છે.
પોપ માર્ટ કંપનીએ આ ઢીંગલીને 2019માં વેચવાનું શરૂ કર્યું હતું. હવે ઘણા લોકોએ તેમની ઇચ્છિત લાબુબુ ઢીંગલી મેળવવા માટે ઘણી બધી ઢીંગલીઓ ખરીદી લીધી છે. લોકો તેને ‘લકી ડ્રો’ માનીને ખરીદી રહ્યાં છે.લાબુબુ ઢીંગલીનું અચાનક વેચાણ વધ્યું તેનું કારણે તેની ડિઝાઇન અને તેની અનોખી શૈલી છે. એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા તેને વેચવાની જે રીત છે, તેણે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિશ્વભરના પ્રખ્યાત અભિનેતાઓ અને ઈન્ફ્લુએન્સર ખરીદી રહ્યાં છે તેના કારણે પણ લોકોમાં તેનો ક્રેઝ પણ વધી રહ્યો છે.
TRENDING LABUBU DOLL : આ ઢીંગલી વધારે લોકપ્રિય બની તેનું એક કારણે એ છે કે, 2024માં કે-પોપ સુપરસ્ટાર લિસાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી લાબૂબૂ ઢીંગલીઓ સાથેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ રીહાન્નાથી લઈને દુઆ લિપા સુધીના ગાયકોએ પણ આ ઢીંગલીઓ સાથેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તેના પછી હવે ટ્રેન્ડ સતત વધતો ગયો, જે વિશ્વવિખ્યાત બની ગયો છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં પણ ઉર્વશી રૌતેલા, અનન્યા પાંડે, નેહા કક્કર અને દિશા પટણી પણ આ ડોલ સાથે જોવા મળી હતી. અભિનેતાઓના બાળકો પણ આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં કેટલાક લોકો આ ઢીંગલીને રાક્ષસી હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આ લાબુબુ ઢીંગલીઓને પ્રાચીન રાક્ષસ પાઝુઝુ સાથે પણ જોડી રહ્યા છે. અનેક લોકો માતા-પિતાને વિનંતી કરી રહ્યાં છે તેમના બાળકોને આ ઢીંગલીથી દુર રાખે! જ્યારે કેટલાક લોકો આ દાવાનો ખોટા અને અફવા માની રહ્યાં છે.