HI TECH PLAYING CARDS IN RAJKOT : કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય એવા રાજકોટમાંથી ઝડપાઈ હાઈટેક 4260 ગંજીપાનાની કેટ

HI TECH PLAYING CARDS IN RAJKOT : કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય એવા રાજકોટમાંથી ઝડપાઈ હાઈટેક 4260 ગંજીપાનાની કેટ

HI TECK PLAYING CARDS IN RAJKOT
HI TECH PLAYING CARDS IN RAJKOT

શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં સાતમ-આઠમના પર્વ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે. જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય જુગારી ઓનો રાફડો ફાટી નીકળે છે. ત્યારે જુગારના રમવાના શોખીનો માટે રાજકોટથી ચેતવણી રૂપ ઘટના સામે આવી છે.

HI TECK PLAYING CARDS IN RAJKOT
HI TECH PLAYING CARDS IN RAJKOT

જેમાં જુગારમાં ટેક્નોલોજીની મદદથી છેતરપિંડી થઈ રહી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાં વિપુલ પટેલ ઘરે દરોડો પાડ્યા હતા. આ દરોડામાં એવા ગંજીપાના મળી આવ્યા હતા, જે મોબાઈલ એપમાં સ્કેન કરેલા હતા. આ ઉપરાંત ગંજીપાના ઉપર કેમિકલ છાંટેલું હતું. જે આંખ ઉપર લેન્સ પહેરવાથી સામેવાળાન તમામ પત્તા જોઈ શકાય.

HI TECK PLAYING CARDS IN RAJKOT
HI TECH PLAYING CARDS IN RAJKOT

મળતી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પુનીતનગર વાવડી વિસ્તારમાં રહેતા વિપુલ પટેલના ઘરે દરોડા પડાવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘરમાંથી જુગાર રમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવા કેમિકલ યુક્ત ગંજીપાનાની કેટ, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ, સેન્સર યુક્ત મોબાઈલ તથા મખ્ખી બ્લુટૂથ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે વિપુલ પટેલની અટકાયત કરીને પૂછપરછ કરતા ચોંકાવની વિગતો સામે આવી હતી.

HI TECK PLAYING CARDS IN RAJKOT
HI TECH PLAYING CARDS IN RAJKOT

આરોપીના જણાવ્યાનુસાર, આ પત્તાની કેટ કેમિકલ યુક્ત હોય છે અને આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સને પહેરવાથી ગંજીપાનાના પાના આરપાર જોઈ શકાય છે. આ ઉપરાંત સેન્સર યુક્ત એન્ડ્રોઈડ મોબાઇલ મદદથી ગંજીપાનાની કેટમાં રહેલા સેન્સર વડે તમામ પાના સ્કેન કરી જુગાર રમતી વખતે કઈ બાજી સૌથી મોટી છે અને કેટલા નંબરની બાજી વિજેતા બની શકે તે જાણી શકાય છે. આ ઉપરાંત કાનમાં લગાવવામાં આવેલા બ્લુટૂથની મારફતે જાણ થતી કે આ ગેમમાં કેટલા નંબરની બાજી વિજેતા બનશે.

હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંખના 75 લેન્સ, 4260 ગંજીપાનાની કેટ, ચાર મખ્ખી બ્લુટૂથ, ચાર મોબાઈલ ફોન મળી કુલ 2.70 લાખનો મુદામાલ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી હાથી ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *