TRAFFIC WARDEN EXPLOITED WOMAN : લગ્નની લાલચ આપી રાજકોટના પૂર્વ PIનું મહિલા ટ્રાફિક વોર્ડન સાથે વી.જે. ફર્નાન્ડિઝે 3 વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા.

TRAFFIC WARDEN EXPLOITED WOMAN : રાજકોટ શહેર પોલીસબેડાને કલંક લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે, શહેરમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા પીઆઇ વી.જે.ફર્નાન્ડિઝ સામે મહિલા ટ્રાફિક વોર્ડને ફરિયાદ નોંધાવી છે. પીઆઇ ફર્નાન્ડિઝે લગ્નની લાલચ આપી ટ્રાફિક વોર્ડન મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. પૂર્વ પીઆઇ સામે ગુનો નોંધાતા શહેર પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી.
રાજકોટ શહેર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી મહિલા વોર્ડને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વી.જે.ફર્નાન્ડિઝનું નામ આપ્યું હતું. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વી.જે.ફર્નાન્ડિઝ અગાઉ રાજકોટ શહેરમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે મહિલા ટ્રાફિક વોર્ડનને પોતાની જાળમાં ફસાવી હતી અને મહિલા વોર્ડનને લગ્નની લાલચ આપી તેની સાથે ત્રણ વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા હતા.
TRAFFIC WARDEN EXPLOITED WOMAN : રાજકોટથી ફર્નાન્ડિઝની એકાદ વર્ષ પહેલા અમદાવાદ બદલી થઇ હતી, ત્યારબાદ પણ તેણે ટ્રાફિક વોર્ડન સાથેના સંપર્ક અ્ને સંબંધ જાળવી રાખ્યા હતા પરંતુ બે મહિના પહેલા રાજકોટની જ મહિલા કોન્સ્ટેબલ સાથે ફર્નાન્ડિઝે લગ્ન કરી લીધા હતા, મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરી પોતાની સાથે દગાખોરી કરનાર પૂર્વ પીઆઇ ફર્નાન્ડિઝ સામે અંતે મહિલા વોર્ડને ફરિયાદ નોંધાવી હતી, પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.
રાજકોટના પૂર્વ પીઆઇ વી.જે.ફર્નાન્ડીઝ સામે દૂષ્કર્મનો ગુનો મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, આ અંગેની માહિતી મેળવવા મિડીયા કર્મચારીઓએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા હતા તો ફરજ પરના પોલીસ સ્ટેશન ઓફિસરે અધિકારીએ માહિતી આપવાની ના કહ્યાની વાત કરી હતી, આ અંગે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ રાઠોડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફોન રિસીવ કર્યા નહોતા, એટલું જ નહી અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ ફર્નાન્ડિઝને બચાવવા અને તેની સામે નોંધાયેલી ફરિયાદ જાહેર થાય નહી તે માટે ધમપછાડા કર્યા હતા.
TRAFFIC WARDEN EXPLOITED WOMAN : રાજકોટના પૂર્વ પીઆઇ ફર્નાન્ડિઝ સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા જ પોલીસબેડામાં અનેક ચર્ચા શરૂ થઇ હતી, પીઆઇ ફર્નાન્ડિઝના રંગીલા મીજાજ અંગેના અનેક કિસ્સા ચર્ચાઇ રહ્યા છે, ચર્ચા મુજબ ફર્નાન્ડીઝ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે એક મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમ થયો હતો, થોડા દિવસના પ્રેમબાદ તે કોન્સ્ટેબલને છોડી દીધી હતી, તે મહિલા કોન્સ્ટેબલે અન્ય પોલીસમેન સાથે લગ્ન કરી લીધા હતા,
TRAFFIC WARDEN EXPLOITED WOMAN : ત્યારબાદ ફર્નાન્ડિઝે અન્ય મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમ કર્યો હતો અને તે મહિલા કોન્સ્ટેબલ સાથે બે મહિના પહેલા લગ્ન કરી લીધા હતા, જોકે આ મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમસંબંધ હતા તે વખતે જ ફર્નાન્ડિઝે મહિલા ટ્રાફિક વોર્ડન સાથે પણ પ્રેમસંબંધ બાંધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને અંતે મામલો દુષ્કર્મની ફરિયાદ સુધી પહોંચ્યો હતો.