HEAVY RAIN IN GUJARAT : શ્રાવણમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક 9 જિલ્લામાં રેડ એલર્ટ

HEAVY RAIN IN GUJARAT : શ્રાવણમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક 9 જિલ્લામાં રેડ એલર્ટ

HEAVY RAIN IN GUJARAT
HEAVY RAIN IN GUJARAT

HEAVY RAIN IN GUJARAT : રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારસુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 1 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધશે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 2.62 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતા છે, જેના કારણે ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડપર છે.

HEAVY RAIN IN GUJARAT
HEAVY RAIN IN GUJARAT

HEAVY RAIN IN GUJARAT : છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં સાડા સાત ઇંચ, મોડાસામાં સવા 6 ઇંચ, તલોદમાં સાડા પાંચ ઇંચ, સિદ્ધપુરમાં સવા પાંચ ઇંચ, કપરાડા અને દહેગામમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ આજે રાજ્યના 72 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છ.

વાત કરીએ તો, મોડી રાત્રથી જ અમદાવાદ, પાટણ, મહીસાગર અને પંચમહાલમમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળતા રસ્તાઓ પાણી-પાણી થયા હતા.મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે.

HEAVY RAIN IN GUJARAT
HEAVY RAIN IN GUJARAT

HEAVY RAIN IN GUJARAT : હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યુસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે, જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. હાલ પાણીની આવક 76,200 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા હજુ એક મહિના લાગશે. નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે, જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય.

HEAVY RAIN IN GUJARAT : હવામાન વિભાગ દ્વારા આજે (27 જુલાઇ) અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ આપવામાં આવેલ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સર્જાયું છે, દક્ષિણ ગુજરાત ઉપર પણ મોનસુન ટ્રફ છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં 04 સિસ્ટમ સક્રિય થઈ છે. જ્યારે પાંચ દિવસ માટે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

HEAVY RAIN IN GUJARAT : હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 28 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટા છવાય સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, તેમજ દક્ષિણતમ ગુજરાતના જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 29 જુલાઈ માટે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

લાંબા ગાળાની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે. તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે. તેમણે ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે.

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર

શહેરમાં ગત રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ

જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *