તંબાકુનું સેવન એટલે અકાલ મૃત્યુ! સિગારેટનાં પેકેટ પર હવેથી લખેલી જોવા મળશે આવી જાહેરાત

તંબાકુનું સેવન એટલે અકાલ મૃત્યુ! સિગારેટનાં પેકેટ પર હવેથી લખેલી જોવા મળશે આવી જાહેરાત

કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુ જન્ય પદાર્થોના પેકેજિંગ માટે એક નવી ગાઈડલાઇન જાહેર કરી છે. વિગતો મુજબ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો અનુસાર હવે સિગારેટ અને અન્ય ઉત્પાદનોના પેકેટ પર મોટા અક્ષરોમાં “તમાકુનું સેવન એટલે કે અકાળ મૃત્યુ” લખવું પડશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા તમાકુ ઉત્પાદનોના પેકેટ પર તમાકુ એટલે કે પીડાદાયક મૃત્યુ લખવામાં આવતું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 21 જુલાઈના રોજ સંશોધિત નિયમો  જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો 1 ડિસેમ્બર, 2022થી અમલમાં આવશે. આ ઉપરાંત, પેકેટની પાછળની બાજુએ, કાળા પૃષ્ઠભૂમિ પર સફેદ અક્ષરોમાં લખેલું હશે, આજે જ નીકળો, 1800-11-2356 પર કૉલ કરો.

તમાકુ અથવા તેમાં રહેલા કોઈપણ પદાર્થને સગીરને વેચવું એ ગુનો 

કોઈપણ પ્રકારનું તમાકુ અથવા તેમાં રહેલા કોઈપણ પદાર્થને સગીરને વેચવું એ ચિલ્ડ્રન્સ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 77નું ઉલ્લંઘન છે. આ કાયદા હેઠળ આરોપીને સાત વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે.

તમાકુના સેવનથી દર વર્ષે 80 લાખ લોકોના મોત 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વિશ્વમાં તમાકુના ઉપયોગને કારણે દર વર્ષે લગભગ 8 મિલિયન મૃત્યુ થાય છે. તમાકુના ઉપયોગને રોકવા માટે દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના લોકોને તમાકુના જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *