તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયા ઇજાગ્રસ્ત, રખડતી ગાયે અડફેટે લેતા પહોંચી ઢીંચણમાં ઇજા.

કડી: આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી રહી છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તિરંગા રેલી યોજાઈ ગઈ છે અને આગળ પણ અનેક સ્થળો પર ઉજવણી કરવામાં આવવાની છે.

અનેક રાજકીય આગેવાનો તિરંગા યાત્રામાં હાજરી આપતા હોય છે. ત્યારે મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

પરંતુ આ યાત્રા દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતાં. રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લેતાં તેમના ઢીંચણમાં ઈજાઓ પહોંચી હતી.

જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારે નાશ ભાગ મચી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *