THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : ‘સસુરાલ સિમર કા…’માંથી પ્રેરણા લઈ 2 લાખનો વીમો પકવવા 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : ‘સસુરાલ સિમર કા…’માંથી પ્રેરણા લઈ 2 લાખનો વીમો પકવવા 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER
THOUGHT WAS DEAD BUT HE WAS KILLER

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : સુરતની સચિન પોલીસે એક એવા ચોંકાવનારા હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો ઘાતકી હત્યારો નીકળ્યો છે. રૂ. 2 લાખનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છૂટકારો મેળવવા માટે, બે ટ્રકના માલિકે ‘સસુરાલ સિમર કા’ નામની ટીવી સિરિયલમાંથી પ્રેરણા લઈને પોતાના જ 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી હતી.

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER
THOUGHT WAS DEAD BUT HE WAS KILLER

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : શરૂઆતમાં આરોપીએ પોતે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું નાટક રચ્યું હતું, પરંતુ પોલીસે CCTV ફૂટેજ અને CDR (કોલ ડિટેલ રેકોર્ડ)ની મદદથી સમગ્ર ષડયંત્રનો ભાંડો ફોડી નાખ્યો. પોલીસે આરોપી, તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER
THOUGHT WAS DEAD BUT HE WAS KILLER

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : ગત 14 જુલાઈના રોજ સણીયાથી ખંભાસલા ગામ તરફ જતા રોડ પર જનકભાઈની વાડી પાસે, જાહેર રોડ પર એક અજાણ્યા વાહનચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને અડફેટે લઈ મોત નીપજાવ્યું હોવાનો બનાવ બન્યો હતો. સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જોકે, ઘટનાસ્થળેથી કોઈ ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પસાર થયા હોવાના કે પગપાળા વ્યક્તિ નીકળ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા.

પોલીસ જ્યારે મૃતક શિવકુમારના ઘરે તેમની પત્ની મીનાદેવીને અકસ્માત મોતની જાણ કરવા પહોંચી, ત્યારે તેમનો પ્રત્યાઘાત શંકાસ્પદ લાગ્યો. પત્નીને પતિના મૃત્યુનો કોઈ અફસોસ નહોતો, અને તે વારંવાર રૂ. 2 લાખના વીમાના પૈસા ક્યારે મળશે તે વિશે પૂછતી હતી. આ વાતથી પોલીસને શરૂઆતથી જ શંકા ગઈ હતી.

પોલીસે આજુબાજુના CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. મંદિરના એક સીસીટીવી ફૂટેજમાં ટ્રક કઈ દિશામાંથી આવી હતી તેનો ટ્રેક મળ્યો. અલગ-અલગ ટીમો બનાવીને રૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા. તપાસ દરમિયાન, મરણ જનાર શિવકુમાર બનાવના આગલી રાત્રે પાંડેસરા, વડોદ ખાતે એક વ્યક્તિ સાથે એક્ટિવા પર દેખાયો હતો.

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : આ ઉપરાંત કડોદરા-બારડોલી રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ પાસેના ઇન્ડિયન પેટ્રોલપંપના કેમેરામાં મૃતકની એક્ટિવા અને તેની ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી. ટ્રકમાં મૃતક ડીઝલ ભરાવી એક અજાણ્યા ઇસમને ટ્રકમાં બેસાડી ત્યાંથી રવાના થયો હોવાનું સામે આવ્યું.

મૃતકની પત્નીને પૂછપરછ કરતા તેણે પતિ પાસે બે સીમ કાર્ડવાળો મોબાઈલ હોવાનું અને ટ્રકમાં GPS હોવાનું જણાવ્યું. પોલીસને એક મિસિંગ સીમ નંબર પણ મળ્યો. ટ્રકનું GPS લોકેશન અને મિસિંગ સીમ નંબરની કોલ ડિટેલ તપાસતા, શિવકુમારની પુણે ખાતે રહેતા મિત્ર મોનુ ગૌતમ સાથે વાતચીત થયાનું સામે આવ્યું.

સચિન પોલીસે તાત્કાલિક એક ટીમ પુણે રવાના કરી. ત્યાં જઈને તપાસ કરતા, પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે જેને તેઓ મૃતક શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા સમજતી હતી, તે જીવિત મળી આવ્યો.

THOUGHT WAS DEAD BUT HE WAS KILLER : પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું કે, દેવાના બોજ તળે દબાયેલા શિવકુમાર ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’ જોતો હતો. આ સિરિયલમાં એક પાત્ર જીવંત હોવા છતાં મૃત્યુ પામ્યાનું જાહેર કરી વીમા પોલીસીના પૈસા પકવતું હતું. આમાંથી પ્રેરણા લઈ શિવકુમારે પોતાની રૂ. 2 લાખની LIC વીમા પોલીસીના પૈસા પકવવા અને EMI ભરવામાંથી છૂટવા માટે આ કાવતરું રચ્યું.

તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ શિવપ્રસાદ પાલ, જે સુરતમાં એકલો રહેતો હતો અને જેના કોઈ સગા-સંબંધી નહોતા, તેને નિશાન બનાવ્યો. 10 જુલાઈના રોજ સિરિયલ જોઈને તેણે આ પ્લાનિંગ કર્યું અને 14 જુલાઈના રોજ દેવીપ્રસાદને દારૂ પીવડાવ્યો. ત્યારબાદ તેને ગામ નજીક સૂમસામ જગ્યાએ લઈ જઈને ટ્રકની નીચે સુવડાવી, પાછળનું ટાયર તેના ચહેરા પરથી ફેરવી દીધું જેથી તેની ઓળખ ન થાય અને તેનું મોત નીપજાવ્યું હતું.

પોલીસે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા, તેની પત્ની મીનાદેવી શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા અને તેને મદદ કરનાર મિત્ર પુનામાં રહેતા મોનુ ચેન્દ્રબલી ગૌતમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *