દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર,દેશમાં 22 હજાર કરતાં વધુ કેસ 

દેશમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો અને હવે આ વર્ષે પણ માર્ચ મહિનામાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો કહેર વધતો હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે અઢી મહિના બાદ દેશમાં પહેલીવાર 22 હજારથી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ વર્ષે કોરોના વાયરસના દૈનિક કેસમાં આજે સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 22 હજાર 854 કેસ સામે આવ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 22 હજાર 854 કેસ સામે આવ્યા છે જ્યારએ 126 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં 18 હજાર 100 દર્દીઑએ કોરોના વાયરસને મ્હાત આપી છે. કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હાલમાં 1 લાખ 89 હજાર 226 દર્દીઑએ કોરોના સામે લડી રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને કેરળ એમ છ રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાત, તમિલનાડુ અને પંજાબમાં પરિસ્થિતિ ચિંતાજનક છે જ્યારે કેરળ અને મહારાષ્ટ્રના ખતરનાક પરિસ્થિતિ છે. કુલ 86 ટકા કેસ આ રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. 24 કલાકમાં 13 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ કેરળમાં 2316 કેસ સામે આવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *