દહેગામના ધારાસભ્યશ્રીના હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો
જિલ્લા કલેકટરેએ ચીખલાપગી ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લીધી
સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાની સેવા ઘરે આંગણે આપતા સેવાસેતુ કાર્યક્રમ આજરોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચીખલાપગી ગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો આરંભ દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે કરાવ્યો હતો. જિલ્લા કલેકટર ડો..કુલદીપ આર્યએ આ કાર્યક્રમની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ૨૧૭૭ અરજીઓ આવી હતી. તે તમામનો નિકાલ કરવામાં આવ્યો હતો.
દહેગામ તાલુકાના ચીખલાપગી ગામ ખાતે આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાણોદા, હાલીસા, વાસણા ચૌધરી, હોતમપુરા અને કંથારપુરા ગામના ગ્રામજનોએ પણ સહભાગી બન્યા હતા. ચીખલાપગી ગામ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો આરંભ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે કરાયો હતો. તેમણે સેવાસેતુ કાર્યક્રમની તમામ સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સેવાસેતુ કાર્યક્રમ અંગેનો અભિપ્રાય પણ મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ પણ આ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેમણે સેવાસેતું કાર્યક્રમના ફોર્મ વિતરણ વ્યવસ્થા, ખેતીવાડી શાખા, આવક, જાતિ, નોનક્રિમિનલ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, આરોગ્ય સેવા, યુ.જી.વી.સી.એલ જેવા તમામ કચેરીઓના ટેબલે ટેબલે ફરીને કર્મયોગીઓ સાથે વાત કરી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં આવેલા સર્વે ગ્રામજનો સાથે વાત ચીત કરીને સુવિધા અને કામગીરી અંગેની માહિતી મેળવી હતી. તે ઉપરાંત આરોગ્યલક્ષી સેવા પાસે ઉભેલા નાગરિકો સાથે સંવાદ કરીને આયુષ્યમાન ભારત યોજના માહિતી આપી હતી. કોવિડ- ૧૯ની રસીનો બીજો ડોઝ બાકી હોય તો તાત્કાલિક લઇ લેવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ આરોગ્ય કર્મયોગીઓની કામગીરીની પ્રસંશા કરીને તેમને કોઇ વ્યક્તિ કોવિડ- ૧૯ની રસી લેવામાં બાકી ન રહી જાય તેની ખાસ કાળજી લેવી અને જરૂર પડે તો ગામના સરપંચ, અગ્રણીઓનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. તેમજ ખેતીવાડીની વિવિધ સહાય યોજનાની માહિતી મેળવી સહાય મેળવનાર ખેડૂતો પાસેથી યોજના અંગેની માહિતી મેળવી હતી. તેમણે આવક, જાતિ, નોનક્રિમિનલ દાખલા, આધારકાર્ડની પ્રત્યેક્ષ ઉભા રહીને કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. આ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે દહેગામ પ્રાંત અધિકારી શ્વેતા પંડયાના માર્ગદર્શન હેઠળ દહેગામ મામલતદાર જે.એ.દેસાઇ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી રૂબિસિંગે સુચારું આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દહેગામ મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી સહિત વિવિધ કચેરીઓના કર્મયોગીએ ભારે જહેમત ઉઠાવી હત

