મોડાસાના માથાસુલીયા ગામે મહિલાને માર મારવાને લઇને પોલિસે તપાસ હાથ ધરી

મોડાસા તાલુકાના માથાસુલીયા ગામે ગામના તળાવ કિનારે આવેલા ખેતરમાં અણદાપુર ગામના પશુપાલકના ઘેટાં-બકરા ઘુસી જઈ ભેલાણ કરતા ખેતરમાં કામ કરતી મહિલાએ પશુપાલકને ઘેટાં-બકરા ખેતરમાંથી બહાર કાઢવાનું કહેતા પશુપાલક ઉશ્કેરાઈ જઈ મહિલાને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી માથામાં લાકડી ફટકારતા મહિલાના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી મહિલાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

માથાસુલીયા ગામના બાલુબેન ભવાનભાઈ કટારા નામની મહિલા તળાવ કિનારે આવેલા ખેતરમાં રૂ વીણી રહી હતી ત્યારે અણદાપુર ગામનો અર્જુન રેવાભાઈ વીજપડાના ઘેટાં-બકરા ખેતરમાં ઘુસી જઈ પાકનું ભેલાણ કરતા બાલુબેન કટારાએ ઘેટાં બકરા ખેતરમાંથી બહાર કાઢવાનું કહેતા અર્જુન વીજપડાએ મહિલાને બેફામ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી માથામાં લાકડીના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં મહિલાને પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી હતી મહિલાના પરિવારજનો અને લોકો દોડી આવતા અર્જુન વીજપડા ફરાર થઇ ગયો હતો

મોડાસા રૂરલ પોલીસે બાલુબેન કટારાની ફરિયાદના આધારે અણદાપુર ગામના અર્જુન રેવા વીજપડા સામે ઇપીકો કલમ-324,323, 504,506(2) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *