
ડેડીયાપાડા તાલુકાના મોઝદા પાસે દારૂ ઝડપાયો કુલ ૧૨,૦૮ ૯૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો દેડિયાપાડા પોલીસ સ્ટેશન જીલ્લો નર્મદાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોલગી (મહારાષ્ટ્ર) તરફથી એક સફેદ કલરની સ્કોડા ગાડી નંબર તૈ૪- ૦૩ ૦ ૪૭૯૮ માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડુમખલ થઈ દેડિયાપાડા તરફ આવે છે જેથી દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી. ડી. પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો બેસણા ગામના ટેકરા પાસે નાકાબંધી હતા તે દરમિયાન બાતમીવાળી સ્કોડા ગાડી ચાલકે પોતાના કબ્જા વાળી ગાડી રિવર્સ લઈ બેસણા, મોટી સિંગ્લોટી, મોઝદા થઈકોક્ટી ફળિયાના સ્મશાન તરફ ભગાવેલ અને સદર સ્કોડા ગાડીનો દેડિયાપાડા પોલીસે પીછો કરતા મોઝદા કોકટી ફળિયાના સ્મશાન પાસે રસ્તો પૂરો થઈ જતાં સ્કોડા ગાડી નો ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઈસમ ગાડી ને બંધ કરી બિન વારસી મૂકી દઈને ડુંગરાળ પ્રદેશનો લાભ લઇ ઝાડી ઝાંખરામાં બને ઈશમ ભાગી ગયેલ અને સ્કોડા ગાડી નો તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટનો કુલ કિમંત રૂપિયા ૨.૦૮.૯૦૦/- નો પ્રોહિબીશન નો મુદ્દામાલ તથા કાગળો મળી આવેલ સ્કોડા ગાડી ની કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ગણી તમામ પ્રો,બિશન માલ મળીને ૧૨,૦૮ ૯૦૦- ગણી તમામ પ્રોહી મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે અને ગાડી મૂકી નાસી જનાર તથા ગુના સાથે સંકળાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા પો.સ.ઈ.દેડિયાપાડા આગળની કાર્યવાહી હાથ ધરી છે.