ભારતમાં વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ…,148 વર્ષ બાદ શું બની રહ્યો છે યોગ, સૂર્યગ્રહણ સાથે આજે રિંગ ઑફ ફાયરનો નજારો…

અહેવાલ;- નિકિતા સક્સેના

જ્યોતિષ અથવા સૂર્યગ્રહણની ગણતરી અનુસાર શનિ જયંતિના દિવસે લગભગ 148 વર્ષ પછી.આજે એટલેકે 10 જૂન ના યોજાશે. તે દિવસે જ્યેષ્ઠ માસની અમાસ છે. નવો ચંદ્ર દિવસ છે. પંચાંગ મુજબ દર વર્ષે જયેષ્ઠ માસની અમાસે શનિ જંયતી મનાવાય છે. અરુણાચલ પ્રદેશ અને લદાખના કેટલાક વિસ્તારોને બાદ કરતા ભારતીયો આ વખતે સૂર્યગ્રહણ નિહાળી નહીં શકે. એક અહેવાલ અનુસાર કૅનેડાના ઉત્તર ઑન્ટેરિયો અને ક્યુબેકમાં રહેતા લોકો સૂર્યગ્રહણ નિહાળી શકાશે. કૅનેડામાં ત્રણ મિનિટ સુધી સૂર્યગ્રહણ જોઈ શકાશે. અમેરિકાની ઉત્તરપૂર્વમાં આવેલા વિસ્તારો, કૅનેડા, સ્પેન, જર્મની, યુકે, ફ્રાન્સમાં આંશિક રીતે સૂર્યગ્રહણ જોઈ શકશે. નાસા પ્રમાણે રશિયા અને ગ્રીનલૅન્ડમાં પણ સૂર્યગ્રહણ જોઈ શકાશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર સૂર્યથી દૂર હોય છે જેના કારણે સૂર્યથી આકારમાં નાનો લાગે છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે નાના આકારના કારણે તે સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી શકતો નથી અને એક પાતળી રેખામાંથી સૂર્ય પ્રકાશ બહાર આવે છે. આ રેખાને રિંગ ઑફ ફાયર કહેવામાં આવે છે. રિંગ ઑફ ફાયરને વાર્ષિક સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય અને તેના પ્રકાશમાં અવરોધ ઊભો કરે ત્યારે સૂર્યગ્રહણ ઘટે છે.અલગ શબ્દોમાં કહીએ તો ચંદ્ર આડે આવી જવાથી પૃથ્વી પર પડછાયો પડે છે.

સૂર્યગ્રહણ પણ ત્રણ પ્રકારનાં હોય છે:
■ પૂર્ણ સૂર્યગ્રહણ
■ કંકણાકૃતિ સૂર્યગ્રહણ
■ વર્ણસંકર સૂર્યગ્રહણ

સુર્યગ્રહણને નરી આંખે ન જોઈ શકો કારણ કે તેનાથી આંખને નુકસાન થઈ શકે છે. અમેરિકાની અવકાશ સંસ્થા અનુસાર સૂર્યગ્રહણ નિહાળવા માટે સન-ગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી પણ આંખને નુકસાન થઈ શકે છે.
ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્મા બજારમાં મળે છે, જેને પહેરવાથી આંખને કોઈ તકલીફ થતી નથી. નાસા અનુસાર ગ્રહણ ચાલતું હોય ત્યારે આ ચશ્મા પહેરી રાખવા જોઈએ.
સૂર્યગ્રહણ જોવા માટે પીન-હોલ પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે.પીન-હોલ પ્રોજેક્ટરમાં સૂર્ય પ્રકાશને જમીન પર પ્રોજેક્ટ કરવામાં આવે છે, જેથી લોકો સૂર્ય ગ્રહણ જોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *