મહારાષ્ટ્રમાં (Maharashtra ) ભીષણ રોડ અકસ્માત /Terrible road accident in Maharashtra

Terrible road accident in Maharashtra

મહારાષ્ટ્રમાં (Maharashtra ) ભીષણ રોડ અકસ્માત:લાકડાથી ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર અથડાતા આગ લાગી, 9 લોકોના મોત

Terrible road accident in Maharashtra/ મહારાષ્ટ્રના (Maharashtra ) ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ ટેન્કર સાથે અથડતા આગ લાગી હતી. ટ્રકમાં લાકડા હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ટ્રકમાં બેઠેલા 7 લોકો અને પેટ્રોલ ટેન્કરમાંના 2 લોકોના આગથી દાઝવાના પગલે ઘટના સ્થળે જ મૃત્યું થયા હતા.

Terrible road accident in Maharashtra/દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.

Terrible road accident in Maharashtra / ચંદ્રપુર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુધીર નંદનવારે જણાવ્યું કે શહેરના મુખ્ય રસ્તા પર અજયપુર ગામની પાસે ટ્રકનું ટાયર ફાટવાના કારણે તે અનિયંત્રિત થઈને સામેથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટના પછી ટેન્કરમાંથી પેટ્રોલ ફેલાવવાને કારણે આસપાસના ઝાડ સળગી ગયા છે. આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી અને તેની પર નિયંત્રણ લાવવામાં શુક્રવારના સવારના 11 વાગ્યા હતા. ચંદ્રપુરથી ફાયર બ્રિગેડની એક ડઝન ગાડીઓને આગ ઓલવવા માટે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. આ આગ પછી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *