
તેઓ ધર્મકાજે કાશી ગયા હતા અને ત્યાંજ રોકાયા હતા પરંતુ કાશીમાં રહેવું હવે સલામત ન હતું એવું સાંભળી બ્રાહ્મણોના સમુદાય સાથે લક્ષ્મણ ભટ્ટ તેમના ધર્મપત્ની ત્યાંથી રવાના થયા મઘ્યપ્રદેશના રાયપુર પાસે આવેલા ચંપારણ્યમાંથી તેઓ પસાર થઇ રહ્યાં હતાં ત્યારે ઇલ્લામા ગારુજીએ રાતના સમયે એક વૃક્ષ નીચે એક દિવ્ય બાળકને જન્મ આપ્યો. તે સમયે તેમને અને સાથેની સ્ત્રીઓને એમ લાગ્યું કે બાળક જીવિત નથી એટલે બાળકને સૂકા પાંદડાથી ઢાંકી એ વૃક્ષની પાસે મૂકી દીઘું. ત્યાંથી એ આગળ આવ્યા અને પતિને મળ્યા. તેમણે બાજુમાં ગામમાં રાત વાસો કર્યો. ત્યાં જ તેઓ ને સમાચાર મળ્યા કે કાશીમાં હવે ભય રહ્યો નથી. તેથી તેમણે પાછા કાશી જવાનો નિશ્ચય કર્યો. સવારે કાશી તરફ જતા હતા ત્યારે એ વનમાંથી પસાર થતાં એજ વૃક્ષ પાસે આવ્યા ત્યારે એક અદ્ભુત અલોકીક દ્રશ્ય જોયું. વૃક્ષની બખોલમાં મૂકેલું બાળક મૃત ન હતું પણ જીવતું હતું…! તેની આસપાસ અગ્નિની જ્વાળાઓ ઘેરાયેલી હતી પણ એ જ્વાળાઓ . એ તો એ અલોકીક દિવ્ય બાળક ની રક્ષા કરી રહી હતી જેથી કોઇ વન્ય પ્રાણી એ બાળક પાસે આવી ન શકે. બાળક હસતું હતું અને પોતાના જમણા પગનો અંગૂઠો મોમાં રાખી ચૂસતું હતું. ઇલ્લમાગારુજી પોતાના બાળકને લેવા તેની નજીક ગયાં ત્યાંજ અગ્નિની જ્વાળાઓ અદ્રશ્ય થઇ ગઇ. તેમણે તે બાળકને લઇ અને ગળે લગાવી લીઘું. લક્ષ્મણ ભટ્ટ અને તેમના પત્નીને ખ્યાલ આવી ગયો તેમનું બાળક સાધારણ નથી. તે દૈવી અવતાર છે.તરતજ તેઓ ભગવાન ને પ્રાર્થના કરી પ્રભુશ્રી નો આભાર પ્રગટ કર્યો આમ પુષ્ટીમાર્ગ ના પ્રણેતા નો પૃથ્વી પર પ્રાગટ્ય થયું..
શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પુષ્ટીમાર્ગના પ્રણેતા કહેવાયા
શ્રીમદ્દ વલ્લભાચાર્યજી બનારસમાં રહીને વેદ,વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ખુબજ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કરીને ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો હતો . રામેશ્વર થી હરિદ્વાર અને દ્વારકા થી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પ્રવાસ કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો.ભારત ની યાત્રા દરમિયાન તેમણે શ્રીભાગવતની કથા અને પારાયણ કર્યા હતા અને એનકો જીવો નો ઉદ્ધાર કર્યો હતો આજે આ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાય છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યક્તિએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યું છે. તેમના પ્રાગ્ટય વિષે બે મત છે. કેટલાકને મતે તેમનું પ્રાગટ્ય સંવત 1535માં હતું તો ક્ર્ટલાક માને છે કે તેમનું પ્રાગટ્ય સંવત 1529માં થયું હતું. પણ તેમના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભક્તિમાં અતિનિષ્ણાત હતા. 11 વર્ષની કૂમળી વયે તેમણે પિતાની છત્રછયા ગુમાવી. આ બાળક સૌને પ્રિય હોવાથી તેમનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. તેઓના ચરણારવિંદમાં શુભ ચિન્હોનાં દર્શન થતાં. મહાપ્રભુજી વલ્લભાચાર્યએ કૃષ્ણભક્તિ દ્વારા ધર્મના સિદ્ધાંતને સમજાવવા માટે એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. વલ્લભાચાર્યજીના મત મુજબ પ્રભુનો જીવો પ્રત્યેનો જે સદ્ભાવ, કૃપાદૃષ્ટિ અને જીવનો પ્રભુમાં વિશ્વાસ એ જ પુષ્ટીમાર્ગ છે. વલ્લભાચાર્યજીએ પોતાના સિદ્ધાંતને પુષ્ટીમાર્ગ નામ આપ્યું હતું, તેથી તે પુષ્ટીમાર્ગના પ્રણેતા કહેવાય છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટય ચૈત્રવદ 11 વરૂથિનિ સકકર ટેટીના થયેલા પ્રાગટય ઉત્સવ ઉજવાય રહયો છે. આપશ્રીની ચૈત્રવદ 11 ભાત-અગીયારસ તરીકે પણ ઓળખાય છે. વિશિષ્ટતા ધરાવે છે. આ 11 અગીયારસના દિવસે સવારે ઉપવાસ અથવા ફલહાર પરંતુ સાંજના ભાત (ચોખ્ખા) રાંધેલ પ્રસાદ ભોજન લેવાની પરંપરા ઉ આજ્ઞા રહેલ છે. આપશ્રીના પ્રાગટયધામ ચંપારણ્યમાં સાંજના ઉત્સવની પૂર્ણાહૂતિ થતાં બહારથી પધોરલ વૈષ્ણવોને સાંજના મહાપ્રસાદમાં ભાત-ચોખ્ખા ખાસ ભોજનમાં લેવડાવવામાં આવે છે. અત્રે પણ જેઓને આ મહાત્મયની સમજણ જાણકારી છે. તે વૈષ્ણવ આખા દિવસ ઉપવાસ ફલહાર પ્રસાદમાં સાંજના સમયે શ્રીને યાદ કરી સંધ્યા મહાપ્રસાદ ભોજનની રસોયમાં ભાત-ચોખ્ખા રંધાવી અવશ્ય લ્યે છે. વ્રત પૂર્ણ કરે છે.
