TEACHING ASSISTANT RECRUITMENT : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી-2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આજ રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની આજે 13 જૂન 2025ના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર માહિતી પૂરી પાડવામાં આવી છે.
રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-2024નું આજે(13 જૂન) પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ આગામી 16 જૂનના સવારે 10:30થી સાંજે 6:10 વાગ્યા સુધીમાં પોતાનો વાંધો સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી જરૂરી ડૉક્યુમેન્ટ સાથે રજૂ કરવાનો રહેશે. આ વાંધો અગાઉ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલા જે-તે જિલ્લામાં કરવાનો રહેશે.
ભરતીના મેરિટ અને અન્વયે જરૂરી સૂચનાઓ વેબસાઇટ https://www.gserc.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગર દ્વારા સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતી માધ્યમ હેઠળની શાળા માટે ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ
- અંગ્રેજી વિષય
- ગુજરાતી વિષય
- હિન્દી વિષય
- MS
- સંસ્કૃત
- સામાજિક વિજ્ઞા
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો