તાલાલા પોલીસને હાથે ટાયર ચોર તસ્કર ગેંગ ઝડપાઈ

પકડાયેલ આરોપ

તાલાલા પોલીસને હાથે ટાયર ચોર તસ્કર ગેંગ ઝડપાઈ

રિપોર્ટ :- રોહિતસિંહ બારડ

દોઢ મહિના માં 29 ચોરી ને અંજામ આપ્યા ની કબૂલાત

બેરોજગારી ના કારણે ચોરીનો ધંધો શરૂ કર્યો હતો

સીસીટીવી ફૂટેજ અને જિલ્લા પોલીસ વિભાગ નેત્રમ કન્ટ્રોલ રૂમ ના આધારે તસ્કરો સુધી પહોંચવા માં મળી સફળતા.

જુના ટાયરો રાત્રિના સમયે ચોરી જૂનાગઢમાં સાચવી અને પોરબંદર વેચવા જતા હતા.

તાલાલા પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી વિશેષ તપાસ હાથ ધરી

ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થી ટાયરોની ચોરી કરતી ગેંગને ગીર સોમનાથના તાલાલા પોલીસે ઝડપી લીધી છે આ બનાવમાં તાલાળા જાહેર માર્ગ પર ગુરુકૃપા ટાયરની દુકાન પરથી જુના ટાયરોની ચોરી થયાની પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરતાં સીસીટીવી નેત્રમ અને સર્વેલન્સ ના સ્ટાફની તપાસમાં એક મેટાડોર શંકાના ઘેરામાં આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે આ મેટાડોર જેવા છોટા હાથી ના પોકેટ કેપ સોફ્ટવેર ની મદદથી તેમના નંબર મેળવી અને મૂળ માલિક પાસેથી ખરીદનાર લોકો પાસે પહોંચતા ત્રણ યુવાનો જેમાં જેમાં 1=મહેન્દ્ર ઊર્ફે લખન વડેસરા 2=અજય ઉર્ફે સલમાન પંડ્યા અને એઝાઝ યુસુફભાઈ પંજા ત્રણે રહેવાસી જુનાગઢ નાઓને ઝડપી આગવી ઢબે પૂછપરછ કરતા સૌરાષ્ટ્ર વ્યાપી ટાયર ચોરીનો પર્દાફાસ થયો હતો.

વિશેષ પૂછપરછમાં આ ત્રણે આરોપીઓ પૈકીના ૨ પ્લાસ્ટર મજૂરી કામ કરતા હતા તો એક ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હોય હાલ ત્રણેયના ધંધા બંધ થયા હોય આવક ન હોય ત્યારે ત્રણે મળી છોટા હાથી જેવું વાહન ખરીદી રાત્રિના દસ વાગ્યે જુનાગઢ થી નીકળી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ સહિતના રસ્તાઓ પર પડેલા ટાયરો ની ચોરી કરી જૂનાગઢમાં એક બંધ ગોડાઉનમાં સાચવી અને પોરબંદરમાં વેચવા જતા હોવાનું પોલીસ તપાસમાં જણાવ્યું છે. પ્રાથમિક તપાસ મા આ ત્રણેય આરોપીઓએ 29 જેટલા ગુનાઓની કબુલાત કરી છે જેમાં જુનાગઢ સીટી માંથી 5 જેતપુર સીટી માંથી 5 કેશોદ માંથી એક ગોંડલ માંથી બે ભેસાણ થી એક મેંદરડા થી ૩ તેમજ વિસાવદર વંથલી બીલખા બગસરા સહિતના 29 ગુનાહોની કબૂલાત કરી છે અને અંદાજિત 350 જેટલા ટાયરો ની ચોરી કર્યાની કબૂલાત કરી છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને વિશેષ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *