
ધાવાગીરની માસુમ બાળાની હત્યામાં વધું બે પકડાયા બે
માસુમ બાળાના ફઈબા તથા દાદાની મદદગારી સબબ ધરપકડ
તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે અંધશ્રદ્ધાની આડમાં ૧૪ વર્ષની આશાસ્પદ તેજસ્વી બાળા ચિ.ભૈયા ઉપર અમાનુષી ત્રાસ ગુજારી તેમના પિતા ભાવેશ અકબરી તથા મોટા બાપુ દિલીપ અકબરીએ નિર્મમ હત્યા કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

તાલાલા પી.એસ.આઈ. પી.જે. બાટવા એ આપેલ વિગત પ્રમાણે આ કેસની વધુ તપાસ માટે બંને આરોપીના ૧૧ દિવસના રિમાન્ડ
મેળવી શ્રી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ શરૂ કરેલ, જે માં આરોપીઓની પૂછપરછ દરમિયાન ધૈર્યા ની હત્યા કરી તેમની અંતિમ વિધિ કરી નાખી પુરાવાના નાશ કરવા તથા અન્ય રીતે આ હત્યા કેસમાં મદદગારી કરનાર જેનીશભાઈ રવજીભાઈ ઠુંમરની પત્ની અને ધૈર્યા ના ફઈબા અર્ચનાબેન ઉર્ફ. જયોતિ ઉ.વ.૩૮ રે.કેશોદ તથા રી ગોપાલભાઈ જેરામભાઈ અકબરી ઉ.વ.૬૮ થૈયા ના દાદાની પોલીસે ધરપકડ કરી છે.

આ કેસના મુખ્ય આરોપી તા.૨૫ મી સુધી હજી પોલીસ રિમાન્ડ ઉપર છે,પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વેરાવળ ના ડી.વાય.એસ. પી.વી.આર. ખેંગાર તથા તાલાલા સર્કલ પોલીસ અ ઇન્સ્પેક્ટર એમ.યુ.માસી તથા તાલાલા પી.એસ.આઈ.પી.જે.બાટવા વધુ તપાસ ચલાવી રહ્યા છે,ધાવા ગીર ગામની માસુમ સો બાળાની હત્યામાં તેમના ફઈબા તથા ત દાદાની સામેલગીરી બહાર આવ્યા ના ક સમાચાર થી તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.