
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સમગ્ર કચ્છ માં ફટાકડા સ્ટોલ ચેક કરવા માં આવ્યા
વિશ્વ હિન્દુ પરિષદ VHP દ્વારા સમગ્ર કચ્છ માં ફટાકડા સ્ટોલ ચેક કરવા માં આવ્યા
હિન્દુ ધર્મ ના મોટા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ VHP માંડવી નગર ટીમ દ્વારા સમગ્ર માંડવી માં ઠેર ઠેર બજારો માં ફટાકડા સ્ટોલ ની મુલાકાત લેવા માં આવી રહી છે .
વિશ્વ હિન્દુ પરિષદ VHP ના વિભાગીય મંત્રી શ્રી ડો. કૃષ્ણકાંત પડ્યા , જિલ્લા મંત્રી શ્રી ચંદુ ભાઈ રૈયાણી ના માર્ગદર્શન તેમજ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ દિપેશભાઈ જોશી ની ઉપસ્થિતિ માં વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર ટીમ દ્વારા ધમધમાટ ચાલતી બજારો માં અચાનક ફટાકડા ના સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી.
આ મુલાકાત દરમિયાન ખાસ હિન્દુ ધર્મ ની લાગણી દુભાય એવા કોઈ પણ ફટાકડા કે દેવી દેવતા ના ફોટા વાળા બજાર માં કોઈ એવી વસ્તુઓ વહેચાતી હોય તે ટીમ દ્વારા સક્રિય થઈ ને ચેક કરવા માં આવ્યું . સ્ટોલ ના માલિકો સાથે પરામર્શ કરી ફટાકડા ના બોક્ષ તેમજ અન્ય ફટાકડાઓ ચેક કરવા માં આવ્યા . બંદરીય શહેર માંડવી મધ્યે કુલ ૨૧ સ્ટોલ ચેક કરવા માં આવ્યા જ્યા કોઈ પણ દુકાનો કે સ્ટોલ માં આવા હિન્દુ ધર્મ ની લાગણી દુભાય એવા ફટાકડા જોવા ના મળ્યા જેથી ટીમ દ્વારા સહુ વેપારી વર્ગ નો આભાર માનવા માં આવ્યો સાથો સાથે શુભેચ્છા મુલકાત અને હિત ચિંતક અભિયાન ની માહિતીઓ વેપારી વર્ગ સુધી પહોચાડવા માં આવી .
આ આયોજન માં વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર ના ઉપાધ્યક્ષ હેમાંગભાઈ કાનાણી , મિલનભાઈ વાઘેલા , ધૈર્યભાઈ કાનાણી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર ના સત્સંગ પ્રમુખ શ્રી નિર્મલકુમાર આસોડીયા ઝુંબેશ રૂપે કાર્ય હાથ ધર્યું હતું .