SURENDRANAGAR-LAKHTAR-STATE-ROAD : લખતર સ્ટેટ દ્વારા બનાવાયેલો રિંગ રોડ બિસ્માર બનતા તાત્કાલીક રીપેર કરવામાં આવે તેવી લોક માંગ

SURENDRANAGAR-LAKHTAR-STATE-ROAD : લખતર સ્ટેટ દ્વારા અંદાજે ૧૫૦ વર્ષ પહેલા તે સમયે રૂા.૧ લાખના ખર્ચે લખતર ગામની સુરક્ષા માટે ગઢ બનાવડાવ્યો હતો. ગઢની સંભાળ માટે બહારની સાઈડમાં રોડ બનાવ્યો હતો. હાલ રિંગ રોડ તરીકે ઓળખાતા રસ્તો ઘણી જગ્યાએથી બિસ્માર બનતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા રિપેરિંગ હાથ ધરાય તેવી માંગણી ઉઠી છે.
SURENDRANAGAR-LAKHTAR-STATE-ROAD : લખતર સ્ટેટ દ્વારા વર્ષો પહેલા લખતરવાસીઓની સુરક્ષા માટે ગઢ બનાવ્યો હતો અને ગઢની બહારની સાઈડમાં સારસંભાળ તેમજ જાળવણી માટે રોડ બનાવ્યો હતો. જેને હાલ રીંગ રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી લખતર સહયોગ વિદ્યાલય પાસેથી શીયાણી દરવાજા પાસેનો રસ્તો હાઈવે હોવાથી ઉ૫યોગમાં લઈ શકાય તેવી હાલતમાં છે પરંતુ, બાકીનો રસ્તો અત્યંત બિસ્માર હાલમાં છે જેમાં વણકરવાસની બારી સુધીનો ગઢને અડીને આવેલ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે.
SURENDRANAGAR-LAKHTAR-STATE-ROAD : આ રસ્તા પરથી અગાઉ એસટી બસ સહિતના વાહનો આદલસરથી લીલાપુર તરફ જતા હતા તેમજ કુંભાર શેરીના લોકો પણ આ રસ્તા પરથી બસ સ્ટેન્ડ જતા હતા તેમજ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા જતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકોને ન છુટકે તરમણીયા ચાર રસ્તા તરફથી બસ સ્ટેન્ડ તેમજ સહયોગ વિદ્યાલય તરફ જવું પડે છે આથી આ રસ્તો તાત્કાલીક રીપેર તેમજ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.