Surat : સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં ખુલાસો

Surat : સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં ખુલાસો

Surat : ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું સામે આવી ચુક્યું છે. જેમાં ખાદ્ય વસ્તુઓથી લઈને પોલીસ, કોર્ટ અને ટોલ પ્લાઝા સુધીની વસ્તુઓ નકલી હોવાનો ખુલાસો થયો હતો. હવે આ યાદીમાં અન્ય એક સમાવેશ થઈ ચુક્યો છે. હકીકમતાં સુરતમાંથી હવે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. 

Surat : નકલી વિઝાની ફેક્ટરી ઝડપાઈ

Surat : મળતી માહિતી મુજબ, સુરત PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા. પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ 5 વિઝા સ્ટીકર મળ્યા હતા, તે જપ્ત કર્યા છે. 

Surat :સમગ્ર તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *